________________ 296 કર્મનિર્જરાનો લાભ થઈ જ રહ્યો છે, પરંતુ બીજાઓને ધર્મ ઉપદેશે એથી બીજાઓને પણ લાભ થાય છે. સ્વતઃ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર–તપમાં એવા લયલીન છે, અને એનાથી એમને અંતરાત્મા એ ભાવિત થયેલ છે, કે સંપર્કમાં આવતા ભવી જીવોને એવા પ્રકારે અર્થાત્ સમ્યગ્દર્શન - જ્ઞાન–ચારિત્ર–તપને ધર્મ ઉપદેશે છે. દુનિયામાં દેખાય છે કે જે જેનાથી ભાવિત થઈ ગયે. હોય, રંગાઈ ગયે હોય, એ એને માથે લઈને ફરે છે, એના ગુણ ગાય છે. દા. ત. માણસને કેઈ ધંધામાં પુણ્યની યારીથી ફાવટ આવતી હોય, તે એનાથી એ એવો રંગાઈ જાય છે કે પછી બીજા આળસુને કે હતાશ થયેલાને પ્રેરણા–ઉત્તેજના કરે છે, “બેસી શું રહ્યા છે? જુઓ આ ધંધામાં કેટલી બધી ફાવટ છે! ઝુકાવ આમાં.” એમ મુનિ સમ્યદર્શનાદિથી ભાવિત એવા કે પછી સહેજે સહેજે ભવી જીવોને સમજાવે છે કે, આટલી ઊંચી જિનશાસન સાથે માનવજન્મની ખરેખરી દુકાન મળી ગઈ છે, તે એનાથી સમ્યગ્દર્શનાદિ –સ્વરૂપ ઝવેરાતને વેપાર કરી લો. આવતા જનમમાં આવી. દુકાન જ નહિ હોય, તે ક્યાંથી આ ઝવેરાતને વેપાર કરી. શકવાના હતા? અને આ માલની કિંમત જરાય ઓછી ન માનતા, કેમકે મેટા તીર્થકર ભગવાન અને ચકવતી જેવા ઓએ પણ આ જ વેપાર કર્યો છે. “દુનિયાના વેપલામાં તે મેળવેલાનું જીવનના અંતે શુન્ય દેખાય છે, ત્યારે આ સાચા ઝવેરાતને વેપાર જનમ જનમ ઉન્નતિ કરાવી અંતે મોક્ષ પમાડે છે! દુન્યવી વેપાર