________________ 298 આવું આવું સમજાવતા હશે તે રેજ 10-10 જણને ચારિત્રપ થે ચડાવી દેતા ! | મુનિ સ્વયં સમ્યગ્દર્શનાદિની આરાધનામય બનેલા આ જ કરતા હોય છે. અલબત્ત એટલી ચડવાની સીમાની તાકાત ન હોય, તો ભવિષ્યમાં ય તાકાત વધવાથી ચડી શકે. એ માટે સમ્યગ્દર્શન જ્ઞાન અને દેશચારિત્ર યાને શ્રાવકપણાના બાર વ્રતમાં ચડાવે છે. છેવટે માર્ગાનુસારી માગ પર ચડાવે છે. પ્રભાવક પૂર્વજોની યશગાથા ગાતાં આદ્રકુમાર મહામુનિના જીવન પર વિસ્તારથી વિચાર કર્યો. જેમાં શ્રી સધઆંગણધર મહારાજે શ્રી સૂત્રકૃતાંગ આગમમાં આદ્રકુમાર અધ્યયનમાં છેલ્લે આ ગાથા કહી, बुद्धस्स आणाए इमं समाहिं अस्सिं सुठिच्चा तिविहेण ताई। तरिउ समुदं व महाभवोहं आयाणवं धम्ममुदाहरेज्जा // આ ગાથા ગોખી લઈ અહીં વિસ્તારથી કહેલાં એના ભાવ વારંવાર મનન કરવા ગ્ય છે, ને શક્ય અમલમાં મૂકવા યોગ્ય છે.... જિનાજ્ઞા–વિરુદ્ધ કાંઈ કહેવાયું હોય એને મિચ્છામિ દુક્કડં. ( સ મા આ છે