________________ 297 કરે એમાં નવું શું કરે છે? નવું કશું કરતા નથી, ભૂતકાળમાં અનંતીવાર જે કરી આવ્યા, ઘુંટી આવ્યા, તે જ કરવાનું-ઘુંટવાનું હોય છે. ત્યારે સમ્યગદર્શનાદિની આરાધના નવી છે. એ કરવાથી અહીં પણ મનને ભારે શાંતિ કુતિ મળે છે, ને પરલોકમાં એને વારસે મળે છે. એટલે પરલોકમાં સદ્ગતિ અને ધર્મ મળવાથી જનમ જનમ સુધરી જાય છે, દુર્ગતિઓમાં ભટકવાનું બંધ થઈ જાય છે.” –આવું આવું સમજાવવાથી ભવી જીવોને પ્રતિબોધ લાગે છે. નંદીષેણ મુનિ પતિત થઈ વેશ્યાને ત્યાં રહેલા છતાં રોજ 10 જણને પ્રતિબોધ કરીને સંસારમાંથી ઊભા કરી દેતા ! ને સીધા ભગવાન પાસે દીક્ષા લેવા મેકલતા ! શી રીતે પ્રતિબંધ કરતા હશે? આવું જ કાંઈક સમજાવીને કે - વેશ્યાને ત્યાં રહેલા નંદીષેણુ આ ઉપદેશતા મહાનુભાવ! જે, તું કેવા ઊંચા માનવભવમાં આવ્યા છે! એની તને કિંમત છે? પશુ પંખીના અવતાર જે. પંચેન્દ્રિય અને મનવાળા છે છતાં એમને છે કશી શુધ-બુધ? કશી શુદ્ધિ–બુદ્ધિ? બસ, ખાવું, ખાવાનું ઊભું કરવું, વિષયવિલાસ અને ઊંઘવું,-એટલું જ એ જાણે છે. આત્મા શું ? પરમાત્મા શું ? એની કશી જ એને ગમ નહિ. ત્યારે આપણે આ ઉચ્ચ જનમમાં શું કરવા આવ્યા છીએ? પરમાત્માને ભજીને આપણા આત્માને જનમમરણના ફાંસલામાંથી છોડાવવા આવ્યા છીએ. એ આ મનુષ્યજનમમાં જ થઈ શકે. એ માટે જનાવરના જેવી મેહમાયાની રમત મૂકી પરમાત્માને શરણે જ, સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર–તપની આરાધના કરી લે, અને આ જનમ પાવન કરી લે....”