________________ 293 બધે તપ જોઈએ તો એમાં આ જ દેખાશે કે બહારમાંથી ખસી અંદરમાં આવે. દા. ત. અશન કરો એટલે બહાર ખોરાકમાં જાઓ, અને અનશન કરે એટલે બહારનું એટલું બંધ થયું, તેથી અંદરમાં ઠરવાનું મળે. એવું ઉનેદરીમાં ચાર કેળિયા પૂરતું પણ બહારમાં જતા અટક્યા, તો એટલું અંદરમાં અવાય, અંદરમાં ઠરાય. અંદરમાં” કરવું એટલે શું ? :તપથી અંદરમાં કરવું એટલે મનને સતિષ થાય કે ચાલે, તપ દ્વારા આટલી ખાનપાનની કે આટલા દ્રવ્યની ને રસની ગુલામીથી બચ્યા. એમ કાયફલેશ-કાયકષ્ટ તપમાં ય શું છે? કાયાને ધર્મ ખાતર શ્રમ આપવાનું છે. એ આપવામાં ય આત્માને ઉલ્લાસ રહે છે કે “ચાલો સાધનભૂત મળેલી કાયા શ્રમિત થઈને પણ ધર્મની આરાધનામાં કામે લાગી !" આ અંદરમાં ઠર્યા ગણાય. એમ સંલીનતામાં તો સહેજે મન વચન-કાયા-ઈન્દ્રિયેને સંપ્યા, અર્થાત્ બહારમાં જતા અટકાવ્યા, એટલે સહેજે અંદરમાં ઠરી શકે. અર્થાત્ બહારની વિચારણા વાણી તથા વર્તાવમાં મન ન લઈ જતાં, મન હવે આત્મા–પરમાત્માના સ્વરૂપ, ગુણે,...વગેરેમાં જોડી શકાય. બાહ્ય તપને મર્મ: બાહ્યમાંથી મનને તપાવે યાને નિગૃહીત કરે. આ હિસાબે બાહ્ય તપને ભાવ લઈ શકાય કે જે બાહ્યમાં જોડાતા મનને તપાવે, મન પર નિગ્રહ કરે, જેથી બાહ્યમાં મન જાય નહિ, એનું નામ બાહ્ય તપ. બાહ્યમાં જતા મનને અટકાવે તે બાહ્ય તપ, અંદરમાં મનને ઠારે તે આભ્યન્તર તપ.