________________ 290 કરવાને નહિ; ઊલટું વેપારથી ધન લાવી કાયાની તુષ્ટિપુષ્ટિ કરવાને ઉદેશ હોય છે! ત્યાં કાયમમતા ક્યાંથી ઓછી થાય? ત્યારે અહીં કાર્યોત્સર્ગ વગેરેના કષ્ટ ઉપાડવામાં સીધે કાયમમતા ઉતારવાને ઉદ્દેશ છે. એક પ્રશ્ન થાય, પ્રવે-જે કટથી કાયમમતા ઉતારવાને જ ઉદેશ હેય તે તે તે કાયક્લેશ-કાયકષ્ટ સહન કરવારૂપ બાહ્ય તપથી તે ઉતરી શકે છે, પછી “તાવ કાર્ય ઠાણે..સિરામિ” એમ પ્રતિજ્ઞાબદ્ધ બનીને કાર્યોત્સર્ગ કરવાની શી જરૂર? ઉ - કાત્સર્ગની જરૂર એટલા માટે છે કે કાયકષ્ટ નામના તપથી અલબત્ કાયમમતા ઓછી તે થાય જ છે પરંતુ કાર્યોત્સર્ગમાં પ્રતિજ્ઞાબદ્ધ મનથી જે સ્થિર ધ્યાન કરવામાં આવે છે એમાં, અસત વિકપથી મુડદાલ બનેલા મનને કાયેત્સર્ગ ધ્યાનથી સશક્ત બનાવવાનું થાય છે. પછી અતિશય સશક્ત બનેલું મન વધી ગયેલી શક્તિ અને સ્થિરતાના પ્રભાવે શુકલધ્યાન સુધી પહોંચી શકે છે! કે જેના ઉપર કેવલજ્ઞાન થાય છે ! પ્રતિજ્ઞા વિનાના ખાલી કાયકષ્ટથી આ ન બની શકે; જ્યારે કાર્યોત્સર્ગ–ધ્યાનથી આ બની શકે છે. વળી ધ્યાન પણ એવા શુભ વિષયનું છે કે એનાથી મન પ્રભાવિત બની અંતરના રાગદ્વેષ પિષવામાં જતું નથી. ઊલટું કાર્યોત્સર્ગના સ્થિર ધ્યાનથી રાગ-દ્વેષના બંધન ઢીલા પડે છે, એને હાસ થતો આવે છે, આ મોટો લાભ છે! આમ મુનિ 6-6 પ્રકારના બાહ્ય-આભ્યન્તર તપમાં રહેવાથી શું લાભ પામે છે? તે ટીકાકાર મહષિ લખે છે કે