Book Title: Manna Minarethi Muktina Kinare Part 02
Author(s): Vijaybhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 305
________________ 288 ઉ૦ - તે તે પ્રસંગમાં આજ્ઞાવિચય - અપાયરિચય વગેરેને ઉપયોગ થાય જ છે. દા. ત. (1) આજ્ઞાવિચય:કોઈ ક્રિયા શરૂ કરવી છે, ત્યાં વિચાર આવે કે “અહો! કેવી ઉત્તમ જિનાજ્ઞા કે એણે આ કલ્યાણકિયાની આપણને ભેટ કરી!” આજ્ઞાને આ એકાગ્ર વિચાર એ આજ્ઞાવિય ધર્મ, દયાન જ છે. ધર્મબિંદુ શાસ્ત્ર કહે છે- “આજ્ઞાનુસ્મૃતિ અર્થાત્ સાધના-સાધનામાં જિનાજ્ઞાનું અનુસંધાન કરવું, જિનાજ્ઞાને આગળ કરીને સાધના કરવી. જિનાજ્ઞા આ ફરમાવે છે માટે મારે આ કરવાનું, જેથી અનંત કલ્યાણકર જિનાજ્ઞાની ઉપાસનાનો ભવ્ય લાભ. મળે.” આ આ આજ્ઞાનું અનુસંધાન કરતાં મનમાં આવી. જય કે “અહો જિનાજ્ઞા (1) કેવી સભૃતાર્થને કહેનારી ! અને (2) કેવી જીવહિતની જ દેશક ! તથા (3) કેવી ત્રિકાળ–વ્યાપિની!.” વગેરે વગેરે. આમાં “આજ્ઞાવિચય –ધર્મધ્યાને આવ્યું છે. (2) અપાયરિચય :- એમ જીવનમાં અનાદિ સંસકા૨વશ રાગ-દ્વેષ, રતિ–અરતિ, વગેરે ઊઠવા જાય ત્યાં - અરે ! ક્યાં આ મારી મૂઢતા અજ્ઞાનતા કે આવાં પાપસ્થાનક સેવતો રહું છું ! પાપસ્થાનકે કેવા ખતરનાક કે મેક્ષમાર્ગને ધે છે! જીવને દુર્ગતિમાં ઘસડી જાય છે ! જ્ઞાની ભગવંતે. શું કહે છે? આ જ - સુરૃ-નિબળા બાર પાવાળા " અર્થાત્ 18 પાપસ્થાનક એ દુર્ગતિનાં કારણ છે. અહે! આ રાગ-દ્વેષાદિ આત્મામાં રહી કેવા કેવા જાલિમ અનેક અનર્થ સરજે છે!” એ ચિંતન “અપાયવિચય” નામનું ધર્મધ્યાન બને.

Loading...

Page Navigation
1 ... 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318