Book Title: Manna Minarethi Muktina Kinare Part 02
Author(s): Vijaybhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 304
________________ 287 એક હિતીિ ક્રિયાજે ખપ કરે છે, ને એના ગાઢ અભ્યાસ ઉપર જ શુકુલધ્યાન લાગે છે, જેના ઉપર જ કેવળજ્ઞાન સધાય છે.... બીજી મહત્ત્વની વાત એ છે કે મુનિઓ પિતાના આચાર–અનુષ્ઠાનમાં જે તન્મય બની જાય છે, એ તન્મયકિયા પણ એક પ્રકારનું ધ્યાન જ છે. એટલે જ “જ્ઞાન ધ્યાનમાં ઉજમાલ રહેજે” એ હિતશિક્ષામાં “ધ્યાન પદથી આરાધનાની કિયાએ લીધી છે; કેમકે “જ્ઞાન ક્રિયાભ્યાં મેક્ષઃ એ સૂત્ર મોક્ષના બે ઉપાય બતાવે છે –એક જ્ઞાને પાસના, ને બીજી કિયાની ઉપાસના. પૂછે - પ્ર. –તે શું જ્ઞાન ને ક્રિયા સાથે ધ્યાનની જરૂર નથી? ઉ– ધ્યાનની જરૂર આવશ્યકતા છે, પરંતુ તે ધ્યાન કિયામાં સમાવિષ્ટ થઈ જાય છે. કિયા એવા સચોટ મનના પ્રણિધાન અને એકાગ્રતા સાથે કરવાની છે કે એ દયાનરૂપ બની જાય છે. પૂર્વે કહ્યું તેમ સામાન્ય જનને એકલા "30 કે “અહુરના જાપ યા ધ્યાનમાં મન સ્થિર રહી શકે નહિ; કેમકે મન વિવિધતા–પ્રિય છે. તેથી એ સ્વાધ્યાયાદિ કિયામાં સારી રીતે એકાગ્ર રહી શકે. એવી એકાગ્રતાથી ષડૂ આવશ્યક ક્રિયા કરનાર ધ્યાનને સ્વાદ જે માણી શકે છે, તે એકલું કારાદિનું ધ્યાન કરનાર નહિ અનુભવી શકે. મેટા જિનકલ્પી મુનિઓ પણ કિયા અને સૂત્ર-અર્થના એકાગ્ર ચિંતનરૂપ ધ્યાનમાં લીન રહે છે. તે પૂછે - પ્ર - જે ક્રિયા અને સ્વાધ્યાયમાં જ લીન રહેવાનું હિય, તો પછી આજ્ઞાત્રિચય આદિ ધર્મધ્યાનને જગા કયાં? એને ઉપયોગ ક્યાં?

Loading...

Page Navigation
1 ... 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318