Book Title: Manna Minarethi Muktina Kinare Part 02
Author(s): Vijaybhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 302
________________ તે આવી આશંસા–અભિમાનને અવકાશ નથી. કેવળ જિના.. જ્ઞાપાલન, સેવાને સુસંસકાર, વિપુલ કર્મક્ષય, અને પુણ્યા નુબંધી પુણ્યના લાભને ઉદ્દેશ રહે છે. ભરત બાહુબલિ. ભક્તિ–વૈયાવચ્ચથી અદ્દભુત લાભ પામી ગયેલા ! (4) સ્વાધ્યાય - ચોથો આભ્યન્તર તપ સ્વાધ્યાય છે. મુનિ એમાં તો. એવા વ્યગ્ર અને એકાગ્ર રહે છે કે મનમાં અસત્ વિકલ્પ ને આડાઅવળા વિચારો વગેરેને ઊઠવાનું સ્થાન મળતું નથી, તેથી આત્મા ઘણા ઘણા આત ધ્યાનથી બચે છે. વળી શાસ્ત્રોના સ્વાધ્યાય-અધ્યયનથી અધિકાધિક તત્ત્વબેધ, તે હેપાદેયને બેધ મળવાથી સમ્યક્ત્વ નિર્મળ થવા સાથે ચારિત્રમાં વિશેષ ઉદ્યમ થવા અવકાશ રહે છે. સ્વાધ્યાયઃ પરમં મંગલં " આ માનવભવમાં મહાન અહોભાગ્ય હોય એને જિનાગમને દિવસ–રાત સ્વાધ્યાય, મળે ! ચારિત્રમાં બજાવવાની રજની ક્રિયાઓ થેડી, તેથી બચનારો વિપુલ સમય ક્યાં લેખે લગાડવાને? શાસ્ત્રસ્વાધ્યાયથી જ લેખે લાગે, પૂછે - પ્ર - નવકારજાપથી લેખે ન લાગે? ઉ - એકલા જાપમાં સ્વાધ્યાયના પૂર્વે કહેલ લાભ,. જેમકે જિનાજ્ઞાપાલન, અધિકાધિક તત્ત્વબોધ અને સંવેગ. સમ્યકત્વશુદ્ધિ... વગેરે મહાન લાભે જાપમાં ન મળે. વળી માણસનું મન વિવિધતા પ્રિય છે, તેથી એનું મને એકસરખા જાપમાં સ્થિર ન રહે, કંટાળે, કેઈ અસત વિકો કરે ! ત્યારે સ્વાધ્યાયમાં વિવિધ અક્ષરો આવે. એના વિવિધ અર્થ હોય, તેથી એમાં

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318