________________ [43] વૈયાવચ્ચ-સ્વાધ્યાય –ધ્યાનનું મહત્ત્વ (3) વૈયાવચ્ચ તપ (3) વૈયાવચ્ચ એટલે સાધુસેવા. એમાં આચાર્યથી માંડીને નાના સાધુ સુધીની સેવા આવે. મુનિ આ વૈયાવચ્ચે નામના આભ્યન્તર તપમાં પણ તત્પર રહે. કારણ કે જીવને અનંત અનંત કાળથી વળગેલા હરામહાડકાપણુના અને સ્વાર્થોધતાના ગુન્હા પર દુર્ગતિએની જેલની સજા થાય છે! એ ગુન્હામાં ન ફસાવા માટે સાધુસેવા મહાન બચાવનામું છે. વૈયાવચ્ચને બીજા કેવા મહાન લાભ! દા. ત. (i) સાધુસેવાથી દુર્ગતિની જેલ તે ટળે જ છે ઉપરાંત. (ii) જેમની સેવા વૈયાવચ્ચ કરાય એમના વિશિષ્ટ ગુણો–સુકૃતોની - અનમેદનાને લાભ મળે છે. | (ii) “વિદ્વાન સર્વત્ર પૂજ્યતે! વિદ્વાનની બધે પૂજાસન્માન-સત્કાર થાય છે” એમ જે કહેવાય છે, એને અર્થ - એ કે હજી જ્ઞાને પાસનામાં તો આગળ સત્કાર–સન્માન મળે એની આશંસા રહેવા સંભવ છે, તથા એ મળે એથી અભિમાન આવવાને ય સંભવ છે, જ્યારે વૈયાવચ્ચ-ઉપાસનામાં