________________ 283 ગમે તે ગમે તે માણસ, ગમે ત્યારે ગમે ત્યારે, વંદન કરવા. આવે એને જવાબ આપ્યા જ કરે. ગુરુને આપણે કરતાં. શાસન-ચિંતા, સમુદાય-ચિંતા, તત્ત્વચિંતન વગેરે ઘણા મહત્ત્વના અનેક કાર્યો હોય છે. એ હિસાબ પર જિનશાસન, વંદન કરવા માટે ગુરુની ઈચ્છા પૂછવાનું કહે છે. વળી વંદન. કરવા માટે ગુરુને અવગ્રહમાં પેસવા “આણુજાણહ મે મિઉગોં” અર્થાત્ મને પરિમિત અવગ્રહમાં આવવાની રજા આપો” એમ બેલી ગુરુની રજા માગવાનું કહે છે, ગુરુની આસપાસ સામાન્યથી 3 હાથની જગાને ગુરુને “અવગ્રહ” કહેવાય. શિષ્યોને વિનય એ છે કે કામ વિના એ અવગ્રહમાં ન જવાય. તાત્પર્ય, ગુરુથી ઓછામાં ઓછું 3 હાથ દૂર, રહેવું જોઈએ. માટે જે અહીં વંદનનું કાર્ય ઉપસ્થિત થયું, તે ગુરુની અવગ્રહમાં પેસવા રજા માગવી જોઈએ. જિનશાસનની વડાઈ તે જુઓ ! કે પહેલાં વંદનની ઈચ્છા પૂછવાની તે સહેજ માથું નમાવી હાથની અંજલિ જેડીને પૂછાય. પરંતુ હવે અવગ્રહમાં પેસવાની રજા માગવાની, તે શરીર અધું નમાવીને મંગાય. પહેલામાં “યથા જાત અને અંજલિબદ્ધ” મુદ્રા, ત્યારે રજા માગવામાં “અવનત’ મુદ્રા કહી.... આપણે વંદન. કરવું છે, નમ્ર બની નમસ્કાર કરે છે, તોય એમાં ગુરુની ઈચ્છા પૂછવાની ! વળી અવગ્રહમાં પેસવા રજા માગવાની !' તે પણ બે હાથ જોડી શરીર નમાવીને માગવાની !.. વગેરે. વગેરે વિનયવિધિ બતાવી. એ પરથી જિનશાસનમાં વિનય-. ધર્મ બજાવવા અંગે પણ કેટકેટલી ઝીણવટ અને કેટલો વિસ્તાર છે! અને એ માટે કેટકેટલી નિપુણતા-ચકરતા રાખવી જોઈએ ! એ સમજી શકાય એવું છે. ક