Book Title: Manna Minarethi Muktina Kinare Part 02
Author(s): Vijaybhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 303
________________ 286 ચિત્ત પકડાયેલું રહે ને કંટાળે નહિ, એટલે બીજાત્રીજા વિચાર ન આવે. માટે જ સ્વાધ્યાયની બહુ ઊંચી કિંમત છે. અનંતા ભવ ભટક્યા એમાં આ જ કામ કરેલાં કે મનને અસત્ વિષયોમાં ભટકતું રાખી આ વિચાર, બીજે વિચાર, ત્રીજો વિચાર એમ બેટા વિચારે પાપ-વિચારે કરી કરી હૈયાના ભાવ કલુષિત રાખ્યા, હૈયાં બગડેલા રાખ્યા. એથી જ અસત્ કૃત્ય કરી કરીને અનંતા ભવ ભટક્યા ! ત્યારે જે હયું ન બગડવા દેવું હોય તો જિનાગમશાસ્ત્ર-સ્વાધ્યાય એક અનુપમ ઉપાય છે, એમાં સ્વાધ્યાયથી ખોટા વિચારે અટકે. એથી અશુભ ભાવ જાગે નહિ. એટલે હૈયું બગડે નહિ. (5) ધ્યાન (5) ધ્યાન એ પાંચમે આભ્યન્તર તપ સાધવામાં મુનિ ખબરદાર રહે છે. એનું કારણ એ છે કે અનંત અને કાળનું રખડતું મન ધ્યાનમાં સ્થિર થાય છે, અને સ્થિર મન ઉપર જ ગુણસ્થાનકની પાયરીએ ઉપર ઉપર ચડાય છે. ચાવત્ અંતે મન શુકલધ્યાનમાં લીન બનતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે ! - આ ધ્યાન એટલે ખાલી "." કે “અહં'નું ધ્યાન નથી લેવાનું, મુનિ કાંઈ આ લઈને બેસતા નથી, કિંતુ અશુભ આર્ત રૌદ્ર ધ્યાનની અટકાયતપૂર્વક ધર્મધ્યાનમાં જોડાયેલા રહે છે. ધર્મધ્યાનના ચાર પ્રકાર આજ્ઞાવિય, - અપાયરિચય, વિપાકવિચય, અને સંસ્થાનવિજય; એને બહુ

Loading...

Page Navigation
1 ... 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318