________________ 281 ગુરુ આગળ આલોચના કરવાથી સર્વ વૃદ્ધિ થાય છે, અભિમાન કપાય છે, દિલમાં સરળતા પોષાય છે, ને અશુભ અનુબંધ તૂટી જાય છે, તથા જિનવચન–રાગ વધે છે. /) આ પણ એક મહાન લાભ છે કે આલોચના કરવા પર સાચે તીવ્ર પાપ-પશ્ચાત્તાપ ઊભે થયો હોય છે, ને ગુરુ આગળ પાપે કહેતાં કહેતાં તે વળી એ પશ્ચાત્તાપ ઓર વધે છે. એમાં દુષ્કૃત–સંતાપના એવા પ્રબળ શુભ અધ્યવસાય ઊછળે છે, કે એથી લખલૂટ કર્મ–નિર્જરા થાય. ઝાંઝરિયા મુનિને ઘાતક રાજા, બંધક મુનિની ચામડી ઉતરાવનાર રાજા, અને સાધ્વીજી મૃગાવતીશ્રીજી એમજ દુષ્કૃતના પ્રબળ સંતાપમાં ઠેઠ કેવળજ્ઞાન સુધી પહોંચી ગયેલા! એ પરથી સમજાય એવું છે કે પ્રબળ દુષ્કૃત-સંતાપના શુભ અધ્યવસાય કેટલા બધા જોરદાર હેતા હશે કે એમાંથી ઉચ્ચ ધર્મધ્યાન, અનાસક્ત યેગ, શુકલધ્યાન અને વીતરાગતા પ્રગટ થઈ જાય ? આવા શુભ અધ્યવસાયનો લાભ પાપોની આલોચના કરીએ તો જ મળે છે. “મહાનિશીથ” શાસ્ત્ર કહે છે ગુપ્ત પાપ સેવાઈ ગયાની આલોચના કરવા માટે આચાર્ય પાસે જતાં જતાં કેટલીક સાવીએ, ત્યારે બીજી વળી આલેચના કરતાં કરતાં, તે કેટલીક વળી આલોચના કરી રહ્યા પછી.. એવા શુભ અધ્યવસાયમાં ચડી કે ત્યાં જ કેવળજ્ઞાન પામી ગઈ!- - આ વિચારણાઓ મન પર લેવાથી આલોચના કરવામાં ચિક્કસતા આવે, ગુપ્ત પણ દોષ સેવ્યાની આલોચના કરવામાં ક્ષિોભ સંકેચ ન રહે. ત્યારે,