________________ બીજી વાત એ છે કે જે મુનિ સતત પાપને ભય હોવાથી સૂમ ક્ષતિઓની પણ આલોચના કરી પ્રાયશ્ચિત્ત લે છે, ને પાપનું નિરાકરણ ઈચ્છે છે, એ મુનિ ફરીથી કાંઈ એટલી બધી ક્ષતિઓ-ખલનાઓ–અતિચારે સેવે નહિ, એટલે એમને રોજ ને રેજ એવાં પ્રાયશ્ચિત્ત ચડે નહિ. આ આલેચનામાં કદાચ મોહવશ મનથી, આંખથી, કે કાયાથી એવા ગુપ્ત પાપ સેવાઈ ગયા હોય, તો એની પણ ગુરુ આગળ આલેચના કરતાં શરમાય નહિ, સંકેચાય નહિ. કેમકે સમજે છે કે ગુપ્ત પાપની આલોચનાથે ક્યી વિચારણું? - (1) જે ગુપ્ત પાપની આલેચના-પ્રાયશ્ચિત્ત શુદ્ધિ ન, કરી તો એ પાપનાં શલ્ય અંતરાત્મામાં એવાં રહી જશે, ને એને એવા ચીકણા અશુભાનુબંધ પડી જશે કે પછીથી જનમ-જનમ એના ઉદયમાં ભયંકર દુષ્ટ બુદ્ધિ, દુષ્ટ વિચારણા, અને દુષ્ટ લેફ્સા જ જીવતી જાગતી રહેવાની, ને એથી બેસુમાર દુષ્ટ પાપાચરણ થયા કરવાનાં ! માટે આટલી જબરદસ્ત મોટી આપત્તિ માથે વહોરવા કરતાં અહીં ગુરુ પાસે આલોચના કરી લેવી સારી મેલાં કપડાં જેવું મેલું સંયમ : (2) વળી મુનિ સમજે છે કે જેમ જેને કપડાં ધોઈ કરીને ચોખા પહેરવા ચોખા રાખવાની પરવા–તમન્ના હોય, એને મન કપડાં પહેરવાની કિંમત હાય. બાકી મેલાઘેલાં કપડાં પહેરનારે તો “લેકમાં નાગા સારા ન લાગીએ માટે કપડાં પહેરે એટલું જ, બાકી કપડાંની એને મન બહ