________________ 80 કિંમત નહિ એમ અતિચારનાં આલોચન–પ્રાયશ્ચિત્તથી જેને સંયમ ફનું નિર્મળ રાખવાની પરવા-તમન્ના હોય, એને મન સંયમ ધારણ કર્યાની કિંમત હોય. બાકી દેની કશી આલેચના–પ્રાયશ્ચિત્ત કરીને સંયમશુદ્ધિ કરવાની જેને પરવા ન હોય, એ “સંયમ મૂકી ઘરે જવામાં શભા નહિ” એટલે જ મેલું–ઘેલું–દોષગ્રસ્ત સંયમ પાળે એટલું જ, બાકી સંયમની એને મન બહુ કિમંત નહિ. અણમોલ સંયમદાતા તીર્થકર ભગવાનની પણ એને મન બહુ કિંમત નહિ. એને કિંમત સાધુજીવનમાં મળતી ગેરરી પાછું આદિની સારી સગવડેની ! બાકી આવી સ્થિતિમાં હું ન મુકાઉં, સંયમની અને સંયમદાતા ભગવાનની કિંમત ઊંચી રાખું, માટે જ મારે આલેચના–પ્રાયશ્ચિત્ત કરતા જ રહેવું જોઈએ. એ કરતો રહી મારે સંયમ ચેક્ખું–નિર્મળ રાખ્યા જ કરવું જોઈએ? તે જ મને સંયમની કિંમત છે એમ ગણાય.”—આ સમજવાળે સાધુ આલોચનામાં સદા તત્પર રહે. (3) ગુરુ આગળ પાપની આલોચના કરવામાં મહાન લાભ આ, કે જે આલેચના ન કરાય તે, (i) હિંમતના અભાવે સત્ત્વ હણાય છે - - (i) ગુરુ આગળ હલકા પડવાના ભયે અભિમાન પોષાય છે, અને (iii) ગુરુ આગળ સારા આરાધકને દેખાવ રાખવામાં માયા પષાય; તથા (iv) પાપાનુબંધી પાપ બંધાય; જ્યારે,