________________ 277 પિપેલી અને તગડી બનેલી પુદ્ગલની ખણ જે જ્ઞાન-કિયાદિની ( સાધનાની વચ્ચે વચ્ચે ઊડ્યા કરવાની, ને ત્યાં સાધનામાં તન્મયતા આવવા જ ન દે. જડ પુદ્ગલની પલેવણની ગુલામીમાંથી મુક્તિ મેળવવા દ્વારા જ મન પરમાત્મામાં આત્મામાં ને આત્મિક સાધનામાં પ્રવેશ પામી શકે, ને કરીને જોડાયેલું રહી શકે. શાલિભદ્ર, ધને, મેઘકુમાર વગેરે મુખ નહોતા, અક્કલહન નહોતા, કે એ સુકુમાર છતાં ને લચબચ વૈભવ વિલાસમાં ઊછરેલા છતાં, એમણે કઠેર બાહા તપ આચર્યો ! સાથે વિનય સ્વાધ્યાય ધ્યાનાદિ આભ્યન્તર તપ પણ ખરો જ. બાહ્ય તપ પર જોર એટલા માટે છે, કે એથી દેહાધ્યાસદેહમમતા ઘટતી આવે તો પિતાના આત્માની મમતા જમતી જાય, ને આભ્યન્તર તપમાં આત્મા ઠરે. આભ્યન્તર તપ, પ્રાયશ્ચિત્ત– વિનય - વૈયાવચ્ચ–સ્વાધ્યાય-ધ્યાન-કાયેત્સર્ગ, એ બધાય આત્માની વસ્તુ છે, આત્મહિતની વસ્તુ છે, ને એમાં તન-મનને ઘસાવું પડે છે, એટલે એ તન-મનના અહિતની વાત છે. ત્યાં જે શરીરની મમતા પૂરી હોય કે “મારી કાયાને જરાય અગવડ ન આપું, કષ્ટ ન આપું,” તો આત્માને આ આભ્યન્તર તપમાં હોંશથી ઠરવાનું ક્યાંથી બને? માટે એ દેહમમતા યાને દેહાધ્યાસ કાપવા માટે બાહ્ય તપની અતિશય આવશ્યકતા છે. મુનિ બાહ્ય તપથી દેહાધ્યાસ અત્યંત ઘટાડી નાખે છે, એટલે આત્મામાં ઠરે છે, આત્માને હિતકારી આભ્યન્તર તપને પોતાની વસ્તુ માની એમાં ઠરે છે.