________________ 259 કેમકે સમજે છે કે જે વૈમાનિક દેવલોકમાં જન્મ જોઈને હોય તે તે શુદ્ધ સંયમ-આરાધનાથી મળે. એમાં જે વિરાધના થાય તો નીચેના વ્યંતરાદિ દેવલોકમાં જવું પડે.” આમ એનું બાહ્ય મુનિજીવન ઊંચું હોય છે, તેથી જ એની વાણીની છાયા પડવાથી કેઈ જીવો બોધ પામી એની પાસે ચારિત્રસંયમ લે છે. - પ્રવ- અભવીનું આટલું શુદ્ધ ચારિત્રપાલન છે, અને અનેકને મુનિમાર્ગમાં લાવવાની દેશના દે છે, તે પછી પોતે કેમ સંસારમાં ભટકે છે ? ઉ૦- અભવીમાં બધું છે, પણ ખાટલે મેટી ખેડ, nયે જ નથી ! પાયામાં સમ્યકત્વ જ નથી. અરે ! સમ્યકત્વ પૂર્વની અયુનબંધક દશા ય નથી ! કેમકે અપુનબંધકને મુખ્ય એક ગુણ “ન બહુમ-નઈ ભવં ઘોરં', “ઘર સંસાર પર બહમાન નહિ”, એ ગુણજ એનામાં નથી. એટલે કે પાયામાં વૈરાગ્ય જ નથી. તેથી સંસારમાં જ ભટકે ને ? માટે તે “જયવીયરાય” સૂત્રમાં પહેલી માગણમાં “ભવનિર્વેદ સંસાર પર વૈરાગ્ય મા. અભવી ચારિત્ર લે ખરે, ચારિત્ર કડક ને શુદ્ધ પાળે પણ ખરે, કિન્તુ તે દેવતાઈ વગેરે પગલિક સુખની લાલસાથી, પણ નહિ કે વૈરાગ્યથી, છતાં ચારિત્રપાલન એવું નમુનેદાર કે એના પર લોકોને ઉપદેશ આપે તે અસરકારક બને છે. અહીં પણ વાત આ જ છે કે “ધુમ્મમુદાહરે જા” ધર્મને ઉપદેશ આપે પણ ક્યારે? સર્વજ્ઞના આગમથી સદ્ધર્મ પ્રાપ્ત કર્યા પછી અને એમાં સુસ્થિર બન્યા પછી. ‘તરીઉં સમુદ્ર વ મહાભ હં” અર્થાત્ સમુદ્રના જે મેટો ભવરાશિ ઓળંગી જઈને ધર્મ ઉપદેશ કરે.