________________ 270 વિચારવાનું કર્મ અપાવાને..”એમ આજે ભયાનક અસહ્ય મેંઘવારી છે, જીવન જરૂરી વસ્તુની પણ ભારે તંગી પડે છે, ત્યાં પણ આ જ વિચાર, કે “કમ ખપાવાને અવસર એહવે ફરી નહિ મળશે પ્રાણી છે.” ગજસુકુમાર મહાત્માને માથે સગડી મુકાઈ છે. તો એ વિચારે છે કે “જે મા છે તે બળતું નથી, અને જે બળે છે તે મારું નથી” એમ આપણે દા. ત. પૈસા ગયા તો એ વિચારીએ કે “જે પૈસા અહીં લૂંટાય છે એ મારી ચીજ નથી; ને જે મારી ચીજ અરિહંત પરને પ્રેમ–શ્રદ્ધા, દયા, દાનાદિ છે, એ સામાથી લૂંટાય એમ નથી.” મેતારજ મુનિએ, મા ખમણના શરીરે સોની વડે એમનું માથું ચામડાની વાધરથી કચકચાવીને બંધાયેલ ને એ ભરતડકામાં ઊભા રખાયે, એ વિચાર્યું કે “આ મારા જ પૂર્વના ઊંધા વેતરણનું સહજ પરિણામ છે. સોનીને શો દોષ? ગજસુકુમાર - સુકોશલ - ખંધકસૂરિના શિષ્ય વગેરેએ આવા ઉપસર્ગમાં જ મેક્ષ સાધ્યા છે, તે મારે પણ મહાજને યેન ગત , સપન્થાઃ” મહાત્માઓના પગલે પગલે જ ચાલવાનું.” એમ આપણે પણ આપત્તિમાં ને રેગ વગેરેમાં આ વિચારીએ. ખંધકસૂરિના 500 શિષ્ય ઘાણીમાં પીલાતા એ વિચારે છે “આ પાલક મહા ઉપકારી વાઢકાપ કરનાર વૈદ્ય જેવો છે. અમારા કર્મગુમડાનું વાઢકાપ કરી આપે છે. ધન્ય ઉપકારી!” એ જ ગદ્દગુરુ મહાવીર ભગવાન શૂલપાણીના ભયંકર