________________ અવસર એહવે ફરી નહી મળશે પ્રાણી રે !" ત્યારે આમ જ્યાં. આ ભયંકર સહવાના અવસરને દિવાળીને અવસર માનવે. હોય, ત્યાં એ અવસર લાવી દેનાર રાજાને સગા ભાઈ કરતાં. વધુ ભલે માને એમાં કશી નવાઈ નહિ. પ્ર. - છતાં આપણે એમના ભયંકર સહવા પર કેમ. નવાઈ અનુભવી એમના પર ઓવારી જઈએ છીએ? ઉ૦ - કહો, થિયરી કરતાં પ્રેક્ટીસ મટી ચીજ છે, સિદ્ધાંત કરતાં અમલ મુશ્કેલીવાળો છે. છતાં ફિકર નહિ, આવા મહાપુરુષનાં દિલથી–ગુણગાન કરતાં આપણને એવું સત્ત્વ ઊભું થશે, કેમકે એ વિચાર રહે છે, કે “બંધક મુનિ. પણ આ ધરતીના જ માનવી હતા. એમણે સત્ત્વ વિકસાવી વિકસાવી આત્મોન્નતિ સાધતાં સાધતાં જે એ આ કક્ષાએ પહોંચ્યા તે આપણે પણ એ લક્ષ્યથી થોડેથેડે અમલી પુરુષાર્થ કરતાં કરતાં કેમ એ ઉચ્ચ કક્ષાએ નહિ પહોંચીએ?” આ. વિશ્વાસ પર આગળ ધપાય છે. એટલું જરૂરી છે કે એવા મહાપુરુષોએ આવા ઉપસર્ગ વખતે જે વિચારણના આલંબન રાખ્યા, તે વિચારણાઓને આપણે ભલે નાના પ્રસંગોમાં પણ ખૂબ મહાવરો પાડવો પડે. ઉપસર્ગોમાં કેણે શું વિચાર્યું? - ખંધક મુનિએ આ વિચાર્યું કે “કમે ખપાવાનો આ અવસર ફરીથી નહિ મળે, એ આપણે દરેક આપત્તિ અગવડમાં વિચારતા રહેવાનું. દા. ત. પડી ગયા, વાગ્યું, વેદના થાય છે, ત્યાં આ જ વિચારવાનું કે “કર્મ ખપાવાને અવસર” એમાં પૈસા થા, તારીફ છે, છતાં આ જ