________________ * તાત્પર્ય, જીવ જાણે એક સરોવર ! તે સરોવરમાં નગરમાંથી વહી આવતા મેલા પાણીની નીકના દરવાજા બંધ કર્યો એટલે સરોવરમાં ન કચરો આવતો અટક્યો. વળી કતક ચૂર્ણ જેવું સરોવરમાં નાખ્યું એટલે પૂર્વનું પડેલું મેલું પાણું સ્વચ્છ થઈ ગયું. બસ, આત્મામાં આવું જ છે. આશ્રવ બંધ કર્યાથી નવાં નવાં કર્મ બંધાતા અટકે, અને સમ્યફ તારૂપી ચૂર્ણથી જુના કમ સાફ થઈ જાય. અહીં પહેલાં સમ્યફ ચારિત્રનો વિચાર કરીએ - જિનશાસનના સમ્યફ ચારિત્ર-ધર્મની બલિહારી છે, પહેલું તો એમાં સૂક્રમમાં સૂક્ષમ અનંતકાય એકેન્દ્રિય સુધીના વિશ્વના સમસ્ત જીવના હિતૈષી બની જવાય છે. કેટલું બધું વિશાળ દિલ! દિલમાં સ્નેહભાવથી અનંતાનંત જી સમાય છે. “હું જીવન જીવું એ કાયાથી યા વાણીથી કે મનથી યા ઇંદ્રિયેથી એક પણ જીવને દુભામણ કરનારુ ન બને,”–આ નિર્ધાર છે. આમાં નિરપરાધી તે સમાય, પણ અપરાધી ય સમાય! માથાવાઢ દુશ્મન સામે આવ્યો હોય, એના પર પણ મનથી ‘આ ખરાબ માણસ” એટલું ય નહિ ચિંતવવું; પછી “આને મારું” એ વિચાર તો આવે જ શાને? એમ, રેષથી સહેજ આંખ પણ ઊંચી કરવાની વાત નહિ! પછી વાણીથી એને ધમકાવવાની કે ઠપકે. આપવાની વાતે ય શી ? ત્યારે હાથેથી કે લાકડી વગેરેથી મારવાને તે અવકાશ જ કયાં? મુનિ તો એટલા બધા. ઉચ્ચ ઉમદા દિલના હોય છે કે એવા અપરાધી દુશ્મનને લેશ પણ દુભવવાની તે વાતે ય નથી. મનથી એને ખરાબ માનવાની ય વાત નહિ ! ઊલટું પોતાના કર્મક્ષયમાં સહાયક