________________ 28 -તરીકે એને સગા ભાઈ કરતાં વધુ સારો માની એના પર ‘હિત આનંદ ઉભરાવે છે! ખંધક મુનિને જ્યારે રાજાના માટે આવી કહે છે અમારા મહારાજા સાહેબના હુકમથી અમે તમારી આખા શરીરની ચામડી ઉઝરડી લેવાના છીએ ત્યારે એમણે શું કર્યું? મુનિવર મનમાંહી આણંઘા, પરીસહ આ જાણું રે; કર્મ ખપાવાને અવસર એહવે, ફરી નહિ મળશે પ્રાણી રે, અહો ! અહો ! સાધુજી સમતાના દરિયા, એ તે વળી સખાઈ મિલિયે, ભાઈ થકી ભરે રે પ્રાણી ! તું કાયરપણું પરિહરજે, જિમ ન થાયે ભવફેરે રે. અહો” કેટલી ઊંચી વિચારધારા છે! આ તે જીવતાં ચામડી ઉઝરડી લેવાની વાત કરે છે, ત્યારે આ મહાત્મા મનમાં ખુશી અનુભવે છે કે “વાહ! ચાલે કર્મક્ષય કરવાને આવો અવસર ન મળે તે મળી ગયો ! સારું થયું !" આમે ય મક્ષ અર્થાત સર્વ કર્મક્ષય માટે તે ચારિત્ર લીધું છે. તે આ કર્મક્ષયના પ્રસંગમાં વ્યાકુળ કેમ થવાય? એમાં એવાં જટિલ કમ જે એવી તીવ્ર વેદના ભેગવ્યા વિના જાય જ નહિ, અને એવી વેદના ભોગવી લઈએ એટલે એ કર્મો ઊભાં રહે નહિ, રવાના જ થાય. તેથી કર્મના નિકાલ માટે આ સેનેરી અવસર છે, દિવાળી છે” તેથી પોતાના જીવને સમજાવે છે કે " કર્મ ખપાવાને