________________ આવે. મુનિ ચારિત્ર-મહાવ્રતની પ્રતિજ્ઞા દ્વારા આ બંધ કરે, એટલે હવે જીવોની હિંસા વગેરે કરવાનું તે શું, ચિંતવિવાનું પણ રહ્યું નહિ; તેથી સર્વ પ્રત્યે હિતૈષી હિતાશયાળે બળે રહેવાનું મળ્યું. અથવા કહો, મુનિ પોતાના નિમિત્તે જવાનું ક્યાંય પણ અહિત ન થાય, જીવને દુઃખ ન થાય, એ હિતૈષીપણાથી હિતાશયથી ખાસ જુએ. તેથી એ હિંસા-જૂઠ વગેરે આરો ન સેવે એ સહજ છે. જીવના હિતૈષી થવું હોય તે આશ્રવે બંધ કરે. આશ્રવ સેવવાથી બીજા જીવોનું અહિત થાય છે, એમને દુઃખ થાય છે. આમ, વિવિધ આશ્રદ્વાર બંધ કરી લેવાથી બે લાભ - (1) બીજા જીવોનું લેશ પણ આપણા હાથે અહિત ન * થાય, અને એના હિતની ભાવના હિતૈષીપણું બન્યું રહે, તેમજ (2) જ્ઞાનાવરણયાદિ અનેક પ્રકારના નવાં કર્મ બંધાતા. અટકે. અહીં પ્રશ્ન થાય - પ્ર-નવાં કર્મ તે અટકાવ્યાં, પરંતુ આત્મામાં જુના થક કર્મ એવી લાંબી સ્થિતિમાં પડ્યાં છે, કે જલદી મેક્ષ શું થાય ? ઉ–મુનિજીવનમાં ચારિત્રપાલન સાથે તપની પણ આરાધના છે, ને તેથી આત્મા પર બંધાઈ ચુકેલા ભરપૂર જુનાં કર્મને ક્ષય થાય છે, ભરપૂર કર્મોની, નિર્જસ થાય. છે, નિકાલ થાય છે, તેથી મેક્ષ જલ્દી થઈ શકે છે.