________________ એ જીવહિંસાથી નિર્મળ થાય? કે અહિંસાથી? પાણા એકેક ટીપે અસંખ્ય જીવે છે. જાન્નાન કરવામાં એવા કેઈ અસંખ્ય જીવોની થતી હિંસાથી તું આત્માને શૌચ પવિત્ર નિર્મળ થવાનું કહી રહ્યો છે, એ કેટલું યુક્તિયુક્ત છે? શુકપરિવ્રાજકની માન્યતાનું ખંડન થઈ ગયું, સુકે કબૂલ કર્યું “જળસ્નાનથી શૌચ ન થાય, શૌચ અહિંસાથી જ થાય;” અને સંકલ્પ મુજબ ચારિત્ર લઈ આચાર્ય મહારાજને શિષ્ય શુકમુનિ થઈ ગયે! આચાર્ય મહારાજે સમ્યજ્ઞાનથી એના મિશ્યામતનું નિરાકરણ કરી મોક્ષમાર્ગ સમજાવી દીધે, ને પમાડી દીધે. મુનિજીવનમાં આ કરવા જેવું છે, કે જેટલા આરાધનાના પ્રકારે છે, એનું અંતરમાં મને મંથન જોઈએ, કે (1) એ કેવી રીતે મિથ્થામાર્ગો સનમાં જેટલા દોષ–અતિચારનાં સ્થાન બતાવ્યાં છે, એની ઈતર ધર્મમાં ગંધ સરખી નથી ! તો (3) એના પ્રાયશ્ચિત્તથી સાફસુફી ય એ શી રીતે બતાવી શકે ? (3) મુનિનું સમ્યકુ ચારિત્ર કેવું? સમ્યક ચારિત્રથી મુનિ વિશ્વના સમસ્ત જીવોને હિતૈષી બને છે, સકલસર્વ–હિતાશયવાળા બને છે. તેથી આશ્રવદ્વાને બંધ કરે છે. આશ્રવ એટલે જેનાથી આત્મામાં કર્મ વહી આવે તે; અર્થાત્ કર્મબંધના કારણે. એ આશ્રદ્વારમાં મોટા પાંચ આશ્ર હિંસા-જૂઠચેરી–મૈથુન–પરિગ્રહ એનાથી આત્મામાં કર્મપ્રવાહ ચાલ્યો