________________ 263 અહી તે સારા થર જીવ તરીકે સ્નેહભાવ છે, અને એ ભૂલતો હોય તે એના પર કરુણાભાવ હોય છે. એમ તો ભગવાન પણ ધર્મશાસન સ્થાપે છે એમાં મિથ્યામતની અસત્યતા અને સત્તાની સત્યતા બતાવે છે, તે તેથી શું ભગવાનને રાગદ્વેષ થાય છે? અસત્યનું નિરાકરણ કરવામાં સામા જીવ પર અને એમાં અસત્ય માર્ગથી ભૂલા પડતા છે પર ભાવદયા ભાવ રહે છે. અહીં આદ્રકુમાર મહામુનિના જીવનમાં અનેક વાદમાં એ સ્પષ્ટ દેખાયું. ગોશાળ, વૈદિકબ્રાહ્મણ, બૌદ્ધભિક્ષુઓ, વગેરે એમની સાથે વાદ કરવા આવ્યા, અને સત્યમાર્ગ સામે ગમે તેવું અજુગતું બોલ્યા હતા, છતાં મહામુનિએ જરાય ઉકળાટ નહિ કરેલો ! પણ શાંતિથી એનું નિરાકરણ કરેલું, અને સત્યધર્મ–સત્યતત્ત્વનું પ્રતિપાદન કરેલ. એમાં સ્પષ્ટ દેખાય છે કે એમને ઈષ્ય નહિ થયેલી, કેમકે હૈયે મૈત્રી અને કરુણાભાવ વસી ગયેલા હતા. સમ્યજ્ઞાન નક્કર મેળવો : અહીં સમ્યજ્ઞાનથી મિથ્યાવાદીઓનું નિરાકરણ કરવાનું લખ્યું એ સૂચવે છે કે સમ્યજ્ઞાન મેળવવાનું એ નક્કર જ્ઞાન મેળવવાનું. વેપારી દુન્યવી ધંધાના વ્યવસાયમાં કમીના નથી રાખતે, તો સાધુએ જ્ઞાનના વ્યવસાયમાં શા માટે કમીની રાખવી જોઈએ? અતિ મહાન શ્રીમંત થાવગ્યાકુમારે શ્રીમંતાઈભર્યો અને બત્રીશ દેવાંગનાશી પત્નીઓ વગેરેના સુખથી લચબચત સંસાર છોડી ચારિત્ર લીધેલું ! તે પછી સમ્યજ્ઞાનને વ્યવસાય કેટલો બધે કર્યો! કે એ 14 પૂર્વધર મહાજ્ઞાની