________________ સ્વીકાર, જિનાજ્ઞા–પાલન, જિનગુણગાન, જિનસન્માન વગેરે ભાવપૂજા (7) જિનાગમ પંચાંગી શાસ્ત્રો; (8) અધ્યાત્માદિ પંચગાત્મક માર્ગ (9) વિશ્વ સ્વરૂપ.... ઈત્યાદિ-ઈત્યાદિને એવા સર્વેસર્વા અને એકમાત્ર ભોદ્ધિારક તથા મોક્ષપ્રાપક તરીકે એવા માન્યા હોય કે જેનેતર ધર્મના તપઉત્સવ વરઘોડા-ઠાઠમાઠ કે ચમત્કાર વગેરે જોઈને જિનેન્દ્ર ભગવાનના દર્શનથી જરાય ચલિત ન થાય, જિનદર્શન–જિનશાસન પરની શ્રદ્ધામાં સહેજ પણ ડગમગ ન થાય. સુલસા શ્રાવિકાએ આવી રીતે સમ્યગ્દર્શનની દઢતા. ધરી હશે ત્યારે જ અંબડ પરિવ્રાજકના ચમત્કાર લેશ પણ મન પર લીધા નહિ ને? જેને જિનશાસન અને ઈતરદર્શન વચ્ચે મેરુ-સરસવ જેટલું અંતર દેખાય, એ ઈતર દર્શનના ગ–ધ્યાન–સમાધિના આડંબરથી યા મહાત્યાગતપસ્યાના કાયકષ્ટ કે ભૌતિક ચમત્કારથી શી રીતે અંજાય? ઇન્દ્રભૂતિ, શય્યભવ, ભદ્રબાહ, હરિભદ્ર...વગેરે વિદ્વાન બ્રાહ્મણે હતા, વૈદિક ધર્મ પર પૂરા આકર્ષિત હતા, પરંતુ જ્યાં એમને જિનશાસનની પારમાર્થિક જાહોજલાલી જોવા મળી, પછી એમને મિથ્યા ધર્મનાં આકર્ષણ એવા ઓસરી ગયા કે એ જિનશાસન–જૈનદર્શનમાં ચોંટી પડ્યા ! અને ઈતર ધર્મોને જૈનધર્મરૂપી સૂર્યની આગળ ખજવા જેવા લેખવા લાગ્યા! ત્યારે,