________________ 271 ઉપસર્ગોમાં એ વિચારે છે “મારું આત્મસુવર્ણ, આ ઉપસર્ગની અગ્નિમાં કચરો બળી જઈને કંચનની જેમ શુદ્ધ થઈ રહ્યું છે !" ધર્મચિ અણુગાર મા ખમણના પારણે વહેરી લાવેલી જીવલેણ તુંબડીનું શાક ગુરુના આદેશથી પરઠવવા ગયા, ત્યાં એના એક ટીંપા પર કીડીઓ સેંટી મરવા જેવી થઈ જોઈને, જીવદયાના પરિણામથી પોતે જ બધું વાપરી ગયા! શરીરમાં રમે રેમે ભયંકર અગ્નિના તણખા જેવી લ્હાયે ઊઠી, ત્યાં આ વિચારે છે, “ધન્ય અવસર ! બિચારી સેંકડો હજારો કીડીઓને અભયદાન દેવાની તક મળી !" અણિકાપુત્ર આચાર્ય મહારાજને નાવડામાંથી પ્રવાસીએાએ ઊંચકી ઊંચે ગંગા પર ઉછાળ્યા, અને વૈરી દેવતાએ એમને આકાશમાંથી પડતા ભાલાની અણી પર લીધા. અણી સેંસરી પેટ કે છાતીની આરપાર નીકળી ! ત્યાં આચાર્ય મહારાજ વિચારે છે કે “ધન્ય છે તે સિદ્ધ ભગવંતોને કે જેમણે શરીર જ રહેવા ન દીધું તો કઈ જીવને પાપમાં કે દુઃખમાં નિમિત્ત થતા નથી ! કમનસીબ હું કે હજી શરીરધારી રહ્યો છું, તે મારું શરીર બિચારા પ્રવાસીઓને અને ભાલાથી વીંધનારને પાપમાં નિમિત્ત થઈ રહ્યું છે, તેમજ શરીરમાંથી પડતા લોહી દ્વારા નીચે પાણીના અપકાય જીને તથા જલાશ્રિત ત્રસ જીવેને મરણાન્ત દુખ આપી રહ્યા છે !" આમ વિચાર–ધારામાં પિતાના શરીર પર અને ચાવત્ અહેવ પર નિરાસક્ત ભાવમાં આગળ વધતાં, સર્વથા અનાસક્ત એગમાં ચડી વીતરાગ સર્વજ્ઞ બની ગયા! આપણે પણ દુઃખ આપત્તિ-અગવડ વખતે આપણું શરીર