________________ 274 આમ સમ્યફ ચારિત્રથી મુનિ સર્વના હિતૈષી બનવા ઉપરાંત એમણે હિંસાદિ પાપાશ્રય--દ્વારે બંધ કરી દીધા હોય છે. એક પણ હિંસાદિ કે કષાયાદિ પાપાશ્રવ સેવવાને નહિ. પાપાશ્રવ જાતે કરવારૂપે ય નહિ, બીજા પાસે કરાવવા રૂપે ય નહિ, ને બીજા પાપાશ્રવ કરતા હોય એને સારા માનવા અનુમેદવારૂપે પણ સેવવાને નહિ; તે પણ કાયાથી ચ નહિ, વાણીથી ય નહિ, ને મનથી પણ સેવવાને નહિ. એટલે, દા. ત. મુનિને પરિગ્રહ-પાપાશ્રવને ત્યાગ છે, હવે કેઈ આવીને બોલ્યું “સાહેબ? તમારે ફલાણો ભક્ત એક જ સેદામાં દસ લાખ રૂપિયા કમાઈ પડ્યો !." તે ત્યાં મુનિ મનથી ખુશી ન થાય કે “એ સારું કમાયે ! ઠીક થયું.” તેમ વચનથી પણ અનુમોદના ન કરે કે “વાહ, બડે ભાગ્યશાળી ! એકી કલમે આટલું બધું કમાઈ પડ્યો ?" એમ કાયાથી ય અનુદના નહિ, દા. ત. આંખમાં ખુશીને ચમકારે ય ન લાવે; કે મુખમુદ્રાને યા હાથને ખુશીને. ઈશારે ન બતાવે. જેવું મુનિ પરિગ્રહત્યાગ ત્રિવિધ ત્રિવિધ પાળવામાં સાવધાનપણું રાખે, એમ બ્રહ્મચર્ય પાળવામાં પણ સાવધાની રાખે છે. એટલે દા. ત. મુનિ આગળ કઈ આવીને માંડે “સાહેબ! આપના કુટુંબી યા ફલાણું ભક્તના દીકરાને કરોડપતિની કન્યા મળી ગઈ !" તે એ સાંભળીને પણ મુનિ વિચારવાણું–વતવ કશામાં ય ખુશી ને ભવે. જે આંખ મલકાવે તે કાયાથી મિથુનમાં અનમેદના થઈ. યા એટલું ય બેલે