________________ 62 મુનિનું સમ્યગાન કેવું? મુનિ એવા સમ્યગજ્ઞાનવાળા હોય કે એ સમ્યક શાસ્ત્રાગમબોધથી યથાવસ્થિત વસ્તુની પ્રરૂપણ કરીને સમસ્ત વાચાળ વાદીઓની મિથ્યા માન્યતાઓનું નિરાકરણ કરી નાખે ! વળી એ વાદીઓ જે મતાગ્રહી ન હોય, તે એમને તથા બીજા ભદ્રક જીને યથાવસ્થિત મેક્ષમાર્ગ બતાવી દે, પકડાવી દે ! જંગલમાં રાત્રે દીવાને શે ઉપગ : અંધારી રાતે જંગલ વટાવતાં પિતાની પાસે દી હોય એને ઉપગશે? એનાથી શું કરવાનું? (1) પિતે કાંટા-કાંકરા ખાડા-ટેકરા વગેરેથી બચી ખરા માર્ગે ચાલ્યા જવાનું; | (2) બીજા ભૂલા પડેલાને પણ માર્ગ બતાવવાને, તેમજ (3) કેઈ અનાડીએ જાતે અંધારામાં અટવાઈને બીજા એને પણ ઉન્માર્ગે દોરતા હોય, તો એમને શક્ય પ્રતિકાર કરવાને. અહીં એક પ્રશ્ન થાય, મુનિને વાદમાં રાગદ્વેષ કેમ નહિ? : પ્ર- સમ્યજ્ઞાનથી વાદીઓની માન્યતાઓનું નિરાકરણ કરી એમને હરાવવામાં શું રાગદ્વેષ ન થાય? ઉ - ન થાય; કેમકે મુનિના હૈયે સદા મૈત્રી આદિ ભાવ જાગતા હોય છે, તેથી કેઈ ઈર્ષ્યાદિ ભાવ હેતા નથી. હરાવવાની બુદ્ધિ ઈષ્યમાંથી જન્મે છે. અહીં એ છે નહિ,