________________ [41] મુનિ “તાયી” હોય. વીતરાગના માર્ગરૂપી સંયમમાં મુનિ ત્રિવિધ સુસ્થિર બની શું કરે? કેવા બનેલા હોય? તે કે “તાયી બનેલા હોય. “તાથી” ના બે અર્થ - (1) “તાયી એટલે રક્ષણહાર, (2) “તાયી” એટલે મોક્ષ પ્રત્યે ગમનશીલ, (1) મુનિ જીવોના રક્ષણહાર છે એ એમના અહિંસા મહાવ્રતથી છે. પૃથ્વીકાયાદિ ષટૂકાય જીવોની હિંસા મનવચન-કાયાથી કરણ–કરાવણ–અનમેદનરૂપે, એમ 9 કેટિએ ટાળનાર હોય છે એના ઉપરથી, એ સમજાય છે. મુનિ–જીવનની બલિહારી છે. મુનિને ષટકાય જીની. હિંસાને, ત્રિવિધ ત્રિવિધ પ્રતિજ્ઞાબદ્ધ બનીને, ત્યાગ છે. માટે તો એ વાહનમાં બેસતા નથી, પગે ચાલે છે. એક નયા પૈસાને પરિગ્રહ રાખતા નથી. એ પણ સૂક્ષ્મ હિંસાના પણ ત્યાગ અર્થે રઈ વગેરે કરતા નથી, યાવત્ માધુકરી ભિક્ષાથી જીવનનિર્વાહ કરે છે ! એમાં પણ સાધુ માટે બનાવેલું નહિ લેવાનું !... વગેરે દષત્યાગવાળી જ ભિક્ષા. લે છે. આવા સાધુ-જીવનને ઇતરે ઉપર પણ કેવક પ્રભાવ પડે છે એ જુઓ