________________ ર૫૩ નહિ, કેમકે ઈતર ધર્મોમાં જ્યાં એકેન્દ્રિય જીવોની જીવ તરીકેની ઓળખ જ ન હય, એ એમનું હિત શું વિચારી. શકે ? સૂયગડાંગ સૂત્રના ટીકાકાર આ “બુદ્ધસ્સ આણાએ ઈમં સમાહિ” વાળી છેલ્લી ગાથાની ટીકામાં સૂત્રે પૂર્વે કહેલ વસ્તુના ઉપસંહારરૂપે અહીં કહે છે કે “સર્વશની. આજ્ઞાથી કથિત ધર્મમાં ત્રિવિધ સ્થિર થયેલો અને તારી ત્રાયી બનેલો ભવ્યાત્મા મિથ્યામાર્ગની ઘણ–ખિંસા કરનારે હેય, તેમજ જગતના જીવને “તાથી રક્ષણહાર હોય, “તાયી” શબ્દને “ત્રાયી” સંસ્કૃત શબ્દ લઈ એને આ એક અર્થ કર્યો ‘રક્ષણહાર.” તાયી” ને બીજો અર્થ : મેક્ષ તરફ ગમનશીલ:-- ટીકાકાર શીલાંકાચાર્ય મહર્ષિએ સૂત્રના “તાયી” શબ્દને આ એક અર્થ ત્રાયી બતાવ્યા પછી બીજો અર્થ બતાવે છે કે “તાયી” એટલે મેક્ષ તરફ ગમનશીલ. સર્વજ્ઞ ભગવાનની આજ્ઞા મુજબ ધર્મ સાધનાર સાધુ વળી કેવા હોય? તો કે મેક્ષ પ્રત્યે ગમનશીલ હોય. અર્થાત્ જીવ અત્યાર સુધી સંસાર પ્રત્યે ગમનશીલ એટલે કે સંસારમાં જન્મ-મરણના ફેરા વધારનાર, ફેરા વધે એવી જ પ્રવૃત્તિમાં Progressive યાને વિકાસ કરનારો હતે. હિંસાદિ પાંચ આશ્રવમાં અને પાંચ ઈન્દ્રિાના વિષયમાં પૂરા રાગદ્વેષાદિ કષાયે સાથે પ્રવૃત્તિ કરનારા સંસારીઓ ભાવ૫રંપરા તરફ પ્રયાણ કરી રહ્યા છે, ભવયાત્રા લગાવી રહ્યા છે. ત્યારે,