________________ 252 સાધુચર્યા પર જૈનેતરને ચમકારે : કલકત્તા તરફના વિહારમાં એક ઠેકાણે અમે પૂછ્યું 8 અમુક ગામ કેટલું દૂર એક ભાઈ કહે “બહુ દૂર નથી -પાંચેક માઈલ, હમણાં અહીં બસ આવશે એમાં બેસી જજે 10 મિનિટમાં પહોંચાડી દેશે !" અમે કહ્યું “અમે સાધુ છીએ. વાહનમાં ન બેસીએ. જીવનભર અમારે તે પગે જ ચાલવાનું. પિલે પૂછે “ક્યાંથી આવે છે ?" અમે કહ્યું “ગુજરાતથી.” એ સાંભળતાં તે એ ચમકી જઈ કહે છે ઓહો ગુજરાતથી? 1000 માઈલ દિલ ચાલ્યા ? - બાપ રે!” સાધુ બધી રીતે “તાયી " યાને જીના રક્ષણહાર, જાતે તો હિંસા ન કરે, પણ હિંસામાં નિમિત્ત થવાતું હોય એવું બેલે પણ નહિ. કોઈ પૂછે “કુ ક્યાં છે?” તો મુનિ ન બતાવે; કેમકે જે બતાવે તે પછી પેલે ત્યાં કૂવે જાય, પાણી અંગે આરંભ–સમારંભ કરે, એમાં ભરચક જીવ– હિંસા થાય! આમાં નિમિત્ત થયું સાધુનું કૂવે બતાવનારું વચન. સાધુ અહિંસક એટલે હિંસામાં મનવચન-કાયાથી નિમિત્ત પણ ન બને. જૈન ચારિત્ર આથી જ સાચો વિશ્વધર્મ છે, સકલ વિશ્વનું હિત ચિંતવનાર ધર્મ તે વિશ્વધર્મ. સકલ વિશ્વમાં એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના જ છે. એ સમસ્તનું ‘હિત ચિંતવ નાર એક માત્ર જિનશાસન છે, બીજા ધર્મો