________________ 256 અહીં “પાપબુદ્ધિ-પાપલેશ્યામાં શું શું આવે તે સમજી રાખવા જેવું છે. પાપબુદ્ધિ–પાપલેક્શામાં શું શું આવે? (1) ક્રોધ-અભિમાન-માયા-લોભ એ કષાયે આવે; (2) રાગ અને દ્વેષ તથા એનાં રૂપકે દા. ત. ઈષ્ટ વિષયેની આસક્તિ-મમતા, અનિષ્ટની અરુચિ-નફરત.... વગેરે આવે; (3) રતિ–અરતિ, હર્ષ - ઉદ્વેગ, હાસ્ય - શેક, ભય, જુગુપ્સા આવે. (4) કામવાસનાના અનેક રંગ-રૂપક આવે; (5) શબ્દાદિ વિષાનાં આકર્ષણ તથા એના ભેગવટાની બુદ્ધિ આવે; (6) હિંસા-જુઠ વગેરે પાપના ભાવ આવે; (7) મિથ્યાત્વ, મિથ્યાદષ્ટિ, મિશ્યામાન્યતા આવે. દિલમાં આ બધું ઊઠે એ પાપબુદ્ધિ છે. મુનિ મેક્ષગમનશીલ છે એટલે આવી પાપબુદ્ધિને ઊઠતી અટકાવે છે, તેમજ અશુભ અનુબંધોને સંયમપાલનથી - આ બધું ય પાપબુદ્ધિ-પાપલેશ્યા-પાપવૃત્તિ જે છે, એને કરાવનાર અશુભ અનુબંધ છે. એને છેદો એટલે પાપવૃત્તિને ઉછેદ થવા દ્વારા ભવપરંપરાને છે તે જાય, અને મેક્ષની નિકટતા મેક્ષ પ્રત્યે ગમનશીલતા થતી જાય. સારાંશ, મુખ્ય વાત સંયમપાલનની છે. એનાથી અશુભ અનુબંધ તૂટતા આવીને ભવપરંપરા કપાતી જાય અને મેક્ષનું આંતરુ ઘટતું આવે, મેક્ષની નિકટતા થતી જાય. ત્યારે અહીં પ્રશ્ન થાય