________________ 250 સુદર્શન એક અગ્રણી નાગરિક બોધ પામી જૈન બન્યા છે, અને અત્યારસુધી માનેલા ગુરુ શુક પરિવ્રાજક અને એમના ધર્મને મૂકી દીધું છે. હવે એને મિથ્યાત્વ-આવરણ પ્રત્યે એટલી બધી ધૃણા થઈ છે કે જ્યાં બહારગામ રહેલા 1000 શિષ્યવાળા એ લૂક પરિવ્રાજકે જાણ્યું કે “આપણે ભગત ગયો !" ત્યાં એ તરત ભગતને ઠેકાણે લાવવા અહીં આવે છે, કહેવરાવે છે, પણ પહેલાં એ ગુરુને સામૈયાથી લાવનાર આ સુદર્શન હવે સામે ય જતા નથી! ઊલટું પરિવ્રાજક ઠેઠ. સુદર્શનના ઘેર આવે છે ! ત્યારે સુદર્શને દિલમાં મિથ્યાત્વના આવરણ પ્રત્યે એવી ધૃણા સૂગ રાખી છે કે એમને આ પ્રભાવશાળી પૂર્વ ગુરુ પ્રત્યે જરાય આકર્ષણ નથી; તેથી, એને લેશ માત્ર સત્કાર કરતા નથી. અરે! આંખમાં આંખ ન મિલાવતાં નીચું જોઈ રહે છે, એ ભયથી કે “એને મારુ સમકિત રત્ન મેલું થાય છે? આમ મિથ્યાત્વની ધૃણાથી સુદર્શને શુક પરિવ્રાજકને આવકાર્યો નહિ, તો શું ખોટું થયું ? સંન્યાસીને સુદર્શનના નવા બનેલા ગુરુ થાવગ્ના પુત્ર આચાર્ય સાથે વાદ કરવાનું મન થયું, તે સુદર્શન એને લઈ ગયા ગુરુ પાસે, ને ત્યાં ત્યાં તત્વ તથા બોધ પામી શુક પરિવ્રાજક ચારિત્ર લઈને સાધુ થઈ ગયા.