________________ નહીં, લાંઘણ છે. એનાથી કશું કલ્યાણ થાય નહિ. જ્ઞાન ઉત્સાહ મરી જઈને એ તપ કરે મૂકી દે! માટે પલાનું વચન તપભેદિની પાપકથાનું વચન થયું. માટે શું બોલવું કે શું સાંભળવું એની બહુ સાવધાની રાખવા જેવી છે. બલવામાંથી બળવાનું થાય : ઇતરના મહાભારતમાં આવે છે કે એકવાર દુર્યોધન વગેરેને નોતરવામાં આવેલા તે મહેલમાં પેસતાં, પહેલાં પાણીના જેવા દેખાતા કાચના હોજ પરથી પસાર થવાનું હતું, તેથી પાણી સમજી કપડા ઊંચા કરી હોજ પસાર થવા ગયા પણ કાચ હતો તેથી ભોંઠા પડયા. પછી આગળ કપડાં ઊંચા કર્યા વિના ચાલવા ગયા, તે કપડાં ભીંજાયા? એ જોઈ દ્રૌપદી હસતાં હસતાં બોલી “આંધળાના દીકરા આંધળા જ હોય.” (દુર્યોધનના પિતા ધૃતરાષ્ટ્ર અંધ હતા.) દુર્યોધને એની મશ્કરી પર ગાંઠ વાળી કે “આની હવે પૂરી મશ્કરી ક” ને એના પર કેટલા ભયંકર અનર્થ સર્જાયા! સભામાં ચીર ખેંચાયા.. યાવત્ કુરુક્ષેત્ર પર ભીષણ યુદ્ધ ખેલાયું આ બધાનું મૂળ દ્રૌપદીના મશ્કરીના બેલ. આ સૂચવે છે કે બોલતાં બહુ વિચાર કરે. એમ સાંભળતાં પણ બહુ વિચાર કરે. પાપકથા સાંભળવામાં શ્રોત્રેન્દ્રિયને અસત પ્રયોગ છે.