________________ - 215 આ તમારા પૈસાની અને તુચ્છ પણ ચીજવસ્તુની બહુ માયાનો સ્વભાવ તમને લાખ રૂપિયાની ધર્મ સાધનામાં સ્થિર નથી રહેવા દેતે ધર્મ વખતે તુચ્છ જડની માયામાં ઝાડુ ખાતર ઝવેરાત ગુમાવવાનું થાય છે. માફ કરજે, આ તે મારા બાપને ઘેર ઉદારતા અને ધર્મસાધનામાં સ્થિરતા જોયેલી છે, તે અહીં ન દેખાતાં હું તે સીદાઈ રહી છું કે મારે કેવો પાપોદય કે પિચેરથી સાસરે આવીને ઉદારતા અને સ્થિરતાથી કરાતે ધર્મ દેખવા મળવાનું ય ગુમાવ્યું !" આ બેલતાં બોલતાં વહુ રડી પડી, ને કહે છે “બાપુ! એ દિલના દુઃખને લીધે આટલું બોલી જવાયું કે શેઠ મેચીવાડે ગયા છે.” આમ કહી વહ ઊઠીને આંખમાં આંસુ સાથે સસરાને પગે પડી કહે છે“બાપુ ! બાપુ! મારા અવિનયની ક્ષમા કરે.” સસરાનું દિલ પીગળ્યું :આ જોઈ સસરે પીગળી ગયે, ગળગળો થઈ કહે છે - વહુ ! તમે તે ગજબ કરી! મારી અંતરની આંખ ખોલી નાખી ! આ હિસાબે તમારી વાત તદ્દન સાચી છે; અને હું આજથી જ પૈસા અને તુચ્છ ચીજવસ્તુની મોહમાયા ઓછી કરી નાખીશ, અને તમને પણ પૂર્ણ અધિકાર આપું છું કે જ્યારે ક્યારે કાંઈ ધર્મ કરવાનું હોય, સુકૃત કરવા જેવું લાગે, તે ખુશીથી કરવાનું અને સમયે સમયે તમારે મને ધર્મનું સૂચન કરતા રહેવાનું, સાવધાની આપતા. રહેવાનું.”