________________ 223 પડી મૌન ન રહેવાય. સામાના મિથ્યામાર્ગના સમર્થનમાં હા” “હા” ન કરાય. ત્યાં સ્પષ્ટ અરુચિ જ બતાવવી જોઈએ. કાયાથી મિથ્યામાર્ગની ધૃણા, આ કે મિથ્યામાર્ગના પ્રરૂપક સામે મળ્યા, અગર ઘરે આવ્યા, તે આંખે આંખ ન મિલાવે. સુલતાના ઘરે અંબડ પરિવ્રાજક ગએ, તે એ નજરે દેખાતાં જ સુલસાએ અરુચિ સાથે મેં મચકેડી બીજી બાજુ ફેરવી લીધું. આ કાયાથી ધૃણા થઈ. સુદર્શન શ્રાવકને ત્યાં એને પૂર્વન ગુરુ “શુક” પરિવ્રાજક–સંન્યાસી જઈ ચડ્યો, તો સુદર્શને તરત જ મેં નીચું કરી દીધું, ને જરાય શેહમાં તણાયા વિના સંન્યાસીની આંખમાં આંખ પણ ન મિલાવી ! પેલે શક સંન્યાસી હબક ખાઈ ગયું કે “અરે ! આ શું? આને કેણે ભરમાવ્યો? આણે પૂર્વની જેમ મારા નગર–પ્રવેશ વખતે ય મેં ન દેખાડ્યું? મારું સામૈયું ય ન કર્યું? મારા ઉતારે મળવા ય ન આવ્યું ? ત્યારે મને લાગ્યું કે, આ શ્રીમંત ભક્ત ખોઈ નાખે ન પાલવે, તેથી હું સામે ચડીને અહીં આને ત્યાં આવ્યો છું, ત્યારે પણ મારા સામું ય જેતે નધી?” -પરિવાજકને આ ચિંતા પેઠી. આ બધું જોતા સમજાય એવું છે કે, સુદર્શન શ્રાવકની મિથ્યામાર્ગ પ્રત્યે કાયાથી પણ કેટલી બધી ધૃણા હશે? “બધા ધર્મ સરખા એટલે “કાચ અને હરે સરખા: . સમ્યકત્વની અહીં પરીક્ષા થાય છે. તમને જે સમ્યગ માક્ષ–માર્ગ સમજાવે છે, અને એના પર અથાગ રાગ છે,