________________ 230 એકલા નિરાશ્રવ ધર્મ પર શાસન ન ટકે. સાધુના આચાર–પાલનમાં પણ સાશ્રવ ધર્મ હોય છે. વસ્ત્રપાત્રાદિની પ્રતિલેખન કરે, પ્રતિક્રમણ વગેરેમાં રજોહરણથી પૂજે - પ્રમાજે, ઊઠ–બેસ કરે, એમાં વાયુકાયની વિરાધના થવાને સંભવ છે, એટલે એય અંશે સા2વ ધમ બને છે. મૂર્તિપૂજામાં હિંસા છે, આશ્રવ છે. હિંસા-આઝવમાં ધર્મ ન હોય.” - એમ કહેનારને પૂછો કે “પ્રભુએ શાસન સ્થાપ્યા પછી જે સાશ્રવધર્મના પાયા પર શત્રુંજય સંમેતશિખર વગેરે મહાન તીર્થો,જિનમંદિરે જિનભક્તિ-મહોત્સ, યાત્રા–સંઘ, સાધર્મિક વાત્સલ્ય વગેરે ચાલ્યું ન આવ્યું હોત, અને તદ્દન અહિંસામય નિરાશ્રવ ધર્મને જ આગ્રહ રખાયે હેત, તો આ તારા મૂર્તિપૂજા - વિરોધને ધર્મ સ્થાપનારા સુધી શાસન પહોંચ્યું હોત ખરું? શું ભગવાન પછી શાસન એકલા નિરાશ્રવ ધર્મ પર ચાલી આવ્યું છે? ના, અને જો શાસન જ ન ચાલી આવ્યું હતું, તે તારાથી મન કલ્પિત માર્ગ ચલાવવાની શું જાયશ જ શી હતી? વાત આ છે, - શુદ્ધ જૈન માગ બે પ્રકારને સાશ્રય અને નિરાશવ. આમાં પ્ર. - સાશ્રવ છતાં ધર્મ ? ઉ૦ - આ પ્રશ્ન થાય એનું સમાધાન આ, કે “હા. ધર્મ, કેમકે ધર્મ સર્વજ્ઞ ભગવાનની આજ્ઞામાં છે, અને સર્વજ્ઞ ભગવાનનું વચન છે,- ધર્મ બે પ્રકારે, સાશ્રવ અને નિરાશવ.” એટલે સાશ્રવ પણ ધર્મ છે. ધર્મ કક્ષા મુજબને.