________________ ર૩૯ ચરિત્રનું વાંચન રાખ્યું હોય, તે જીવ એમાં કેટલી બધી સુખશાન્તિ અનુભવે ! ચક્ષુ–પ્રણિધાન યાને ચક્ષુના સ~ગનું એટલે કે ચક્ષુને અસત્ વિષયોમાંથી રેકીને સવિષચમાં અગર અંતરાત્મામાં રેકી એકાગ્ર કરવાનું આ ઉત્તમ એમ ત્રઈન્દ્રિય-કાનનું પ્રણિધાન યાને અસદુ વિષયેનાં અ–શ્રવણ અને સદ્દવિષયેનાં શ્રવણમાં કાનની એકાગ્રતા પણ કેટલાય અનર્થોથી બચાવે ! અને મહા સુખશાન્તિ અપાવે ! શ્રોન્દ્રિયના દુરુપયેગનાં નુકસાન : ચાલો બે ઘડી બીજા સાથે વાતચીત કરી એની પાસેથી નવું સાંભળીએ” એમ કરી સાંભળવા બેસે એમાં સારું શું પામે? પેલાની વાત પર મફતિયા રાગ-દ્વેષના કચરા પિતાના દિલમાં ઘાલવાનું થાય. જરૂર પડયે એ સાંભળીને પિતાના જીવનમાં નવી પાપ યોજનાઓ ઘડવાનું થાય. મફતિયા વાતમાં બીજાની નિંદા સાંભળવાનું બહં આવે. કવિ કહે છે ને કે કરત પ્રશંસા સબ મિલ અપની, પરનિંદા અધિકરી. એવી નિંદા સાંભળીને ગુણિયલ પર પણ દ્વેષ કરવાનું થાય. જો એમાં વળી પોતાના કુટુંબી કે સનેહીની નિંદા સાંભળવા મળે, તો એ કુટુંબી વગેરે પ્રત્યે દિલમાં અભાવ દુર્ભાવ-વૈમનસ્ય ઊભું થવાનું, તેથી પછીથી એની પ્રત્યે વ્યવહાર પણ એ અનુચિત થવાને; અને એમાં જરૂર પડશે જીવનભર માટે સ્નેહ–સદ્ભાવના સંબંધ તૂટે! વધારામાં મન સદાને માટે એમના પ્રત્યે પ્રેષિલું રહ્યા કરશે!