________________ 41 (3) પાપકથા સાંભળવામાં કાન ધર્યા, અને સાંભળવામાં જે દર્શન–ભેદિની કથા આવી, તે સમ્યગ્દર્શનને જ નાશ કરી નાખે! યા એને અતિચાર લગાડી દે. શે સાર કાવ્યો ? કેટલા જન્મની તપસ્યા પછી અને અહીં સદ્ગુરુના મહા ઉપકારથી મેઘે સમકિત પામ્યા હતા; એમાં કાનના અસદ્ વિષય સાંભળવાના રસમાં સહેજમાં સમકિતને નાશ! શ્રદ્ધા ગુમાવવાનું થાય ! નંદમણિયાર પાર્શ્વનાથ ભગવાનના શાસનને સારે શ્રાવક, પણ પાછળથી સત્સંગ ગુમાવી જેવા તેવા મિથ્યાદષ્ટિએના સંગમાં એવી એવી વાતો સાંભળીને સમકિત ગુમાવનાર બની ગયો, તે વાવડી બંધાવવાના રસમાં ચડ્યો, બંધાવી, ને અંતે મરીને એ જ વાવડીમાં દેડકા તરીકે જનમ્યો મરીચિએ ચારિત્ર મૂક્યું હતું, સંન્યાસી બનેલે, છતાં સમ્યકત્વ ટકાવી રાખ્યું હતું માટે તે એના ઉપદેશથી જે બૂઝતા, એમને એ પ્રભુ પાસે અને પ્રભુના મે પછી પ્રભુના સાધુ પાસે દીક્ષા લેવા મોકલતો. પરંતુ કપિલ રાજકુમાર એવો મળ્યો કે મરીચિના ઉપદેશથી એ વૈરાગ્ય તે પાયે, પણ મરીચિ પાસે જ દીક્ષા લઈ એને જ શિષ્ય થવા આગ્રહ કરતાં પૂછે છે “શું ધર્મ ત્યાં સાધુ પાસે જ છે? તમારી પાસે નથી?” આ વચન લલચાવનારું સમકિત-ભેદક પાપવચન હતું, સમકિતભેદિની પાપકથા હતી. મરીચિએ એ વચન કાન પર લીધું, અને સમકિત ગુમાવી જવાબ દીધું. કપિલ! ધર્મ ત્યાં પણ છે અને અહીં પણ છે,