________________ 228 એનાથી સાધુને બચાવવા જયણાથી નદી ઓળંઘવાને ધર્મ કહ્ય. એમ ગૃહસ્થ માટે પણ જ્ઞાની જુએ છે કે એને ભગવાનની મૂર્તિની પૂજા, ભલે આરંભ-સમારંભવાળી હવા. છતાં, જે એના રોજિંદા કર્તવ્યમાં દ્રવ્યપૂજા નહિ હોય, તો એ દુન્યવી આરંભ-સમારંભે અને વિષય-વિલાસમાં, પડી જવાને, ભગવાનની પૂજામાં દ્રવ્ય–અર્પણ નહિ હોય તો ધનમૂચ્છ એવી જ બની રહેવાની. પરિવારમાં આવી ત્રિકાળ જિનભક્તિના આચાર નહિ હોય, તો નવી પ્રજાને બીજી કેઈ ખાસ ધર્મ–પ્રવૃત્તિ નહિ રહેવાથી એ ધર્મહીન અને નાસ્તિક બની જવાની, ને દુન્યવી મહાહિંસામય. ધંધાધાપા, સ્નેહી સ્વજન સાથે વિકથા-કુથલી અને વિષય વિલાસોમાં ચકચૂર રહેવાની. પરિણામે એનામાં જૈનધર્મ જેવું શું રહે? “ના, મૂર્તિની પૂજામાં હિંસા થાય માટે એ ધર્મ નહિ” એમ કહી પૂજાથી વંચિત રહે તે પિતાનામાં અને પરિવારમાં કેટલા બધા અનર્થો ઊભા થાય? વળી, ભગવાનની મૂર્તિ પરની અરુચિ જઈને ભગવાન પર પહોંચે છે. દા. ત. પિતાના બાપના ફેટા પર કોઈ આવીને ઘૂંકે, કાળા લીટડા કરે, ફેટાને લાત મારે, તે પોતાને એમ લાગે છે કે “આ માણસ મારા બાપનું અપમાન કરે છે, મારા બાપ પર દ્રષિલે છે.” તે જેમ બાપના ફોટા પર દ્વેષ અને બાપના ફેટાનું અપમાન એ બાપ પર દ્વેષ અને બાપનું અપમાન છે, એમ ભગવાનની મૂર્તિ પર અરુચિ– છેષ એ ભગવાન પર અરુચિ–ષ છે, ને ભગવાનની મૂર્તિનું