________________ 229 અપમાન એ ભગવાનનું અપમાન છે. આવા બધા મહા અનર્થો જ્ઞાનીએ જોઈને એનાથી બચાવી લેવા તથા જિનભક્તિ–પરમપાત્રદાન વગેરેના લાભ માટે મૂર્તિ પૂજામાં ધર્મ કહ્યો. એના બીજા અપરંપાર લાભ પ્રાપ્ત કરાવવા ગૃહસ્થને માટે મૂર્તિનિર્માણ, મંદિર નિર્માણ, મૂર્તિપૂજા, ઉત્સવ વગેરેને હિંસાયુક્ત છતાં ધર્મ કહ્યો. સારાંશ, ધર્મ શું? તો કે સર્વજ્ઞ જિનેશ્વર ભગવાનની આજ્ઞા એ ધર્મ. પછી આજ્ઞાનુસાર અહિંસા, સત્ય, અપરિગ્રહ, એ ય ધર્મરૂપ છે અને એમાં ક્યારેક હિંસા ય ધર્મરૂપ બને, અને પરિગ્રહે ય ધર્મરૂપ બને. મૂર્તિપૂજા, સંઘયાત્રા, સાધર્મિક-વાત્સલ્ય વગેરે હિંસાયુક્ત છતાં ધર્મરૂપ છે. એમ મંદિરના કે બીજા ક્ષેત્રના દ્રવ્યને પરિગ્રહ એ ધર્મરૂપ છે. માટે તે ધર્મના બે પ્રકાર બતાવ્યા,ધર્મ 2 પ્રકારે - (1) નિરાશ્રવ ધર્મ અને (2) સાશ્રવ ધર્મ, “નિરાશ્રવ” માં હિંસા–જૂઠ વગેરે આશ્રવોથી રહિત સાધ્વાચાર આવે; અને “સાશ્રવ” માં હિંસામય આરંભસમારંભ અને ધર્મદ્રવ્ય - પરિગ્રહ વગેરે આશ્રવ સહિત 'જિનમૂર્તિપૂજા વગેરે આવે. મહાવીર ભગવાને શાસન સ્થાપ્યું એ આજસુધી અવિચ્છિન્ન ચાલ્યું આવ્યું છે એ, આ બે પ્રકારના ધર્મના પાલન ઉપર ચાલ્યું આવ્યું છે, પણ એકલા નિરાશ્રવ ધર્મ પર નહિ.