________________ 227 ઉ૦–દયા અહિંસા દાન વગેરે વગેરે બધા ધર્મ, ધર્મ ખરા ય ખરા, અને ધર્મ નહિ પણ ખરા; અનેકાંતવાદ છે. ભગવાનની આજ્ઞાનુસાર દયા અહિંસા વગેરે હોય તે ધર્મ; આજ્ઞા બહારના દયા દાનાદિ હોય એ ધર્મ નહિ. દા.ત. કન્યાદાન એ ધર્મ નહિ; કસાઈ જેવાને શસ્ત્રાદિનું દાન એ ધર્મ નહિ. જિનેશ્વર ભગવાનની જલથી પૂજા ને પુષ્પથી પૂજામાં હિંસા છે, છતાં એની જિનાજ્ઞા છે, તેથી એ પૂજા એ ધર્મ છે. “ધર્મ આજ્ઞામાં છે” એમ કહેવાનું કારણ એ, કે સર્વજ્ઞ ભગવાન અનંત જ્ઞાનથી પ્રત્યક્ષ જુએ છે કે અમુક અહિંસાથી જીવનું આવું આવું કલ્યાણ થયું છે, અને સંગવિશેષે કે સમયવિશેષે હિંસાથી જીવનું આવું આવું કલ્યાણ થાય છે. દા.ત. હિંસા છતાં ધર્મ : સર્વજ્ઞ ભગવાને જ અનંત જ્ઞાનમાં જોયું છે કે “સાધુને વિહાર કરતાં કરતાં વચમાં નદી આવે અને એના અમુક અંતરમાં બીજે સ્થળમાર્ગ ન મળતા હોય, તે સાધુ નદી જયણાથી ચાને પાણીમાં એકેક પગ મૂકીને ઓળંઘી જાય.” આમાં સ્પષ્ટ હિંસા છતાં સાધુ બીજા અનેક દોષોથી બચી, સંયમ સારુ પાળી શકે છે, માટે આ નદી ઓળં. ઘવાનું હિંસાયુક્ત છતાં એને સાધુધર્મ કહ્યો. “નહિ, હિંસા એ ધર્મ હોઈ જ શી રીતે શકે? નદી ન ઓળંઘાય.” એમ આગ્રહ રાખી એક સ્થાને બેસી રહે તે ત્યાં ગૃહસ્થ સાથે રાગ, મમત્વ, ભક્તિથી સાધુ અર્થે રાંધેલ ગોચરીગ્રહણ, રાગી ગૃહસ્થ સાથે વાતચીતમાં બહિર્ભાવ, સ્વાધ્યાયલંગ,....વગેરે કેટલાય સંયમઘાતક દોષ ઊભા થાય.