________________ 235 આંખ જીવરક્ષા, શાસ્ત્ર, જિનદર્શન, અને ગુરુ-મુનિદર્શનમાં જ જાય, પણ કોઈ જ સ્ત્રી, પશુ–પંખી કૌતુક, પિગલિક હવેલી–બાગ-બગીચા વગેરે જોવામાં જાય નહિ... એમ, કાન ગુરુ-શિક્ષા, સારણ–વારણા, શાસ્ત્રપદો, આધ્યાત્મિક ગીત, તત્ત્વ-પ્રતિપાદન ધર્મકથા, સ્વદોષ-નિરૂપણ, . પરગુણ વર્ણન, વગેરે સાંભળવામાં જ જાય; પરંતુ પરનિંદા, સ્વપ્રશંસા, ભૌતિક વાતો, કષાયપ્રેરક બાબતે, વિકથા, પાપકથા, કુથલી.... વગેરે સાંભળવામાં કાન જાય જ નહિ. ત્યારે, જીભ પણ, કાનથી જે સાંભળવા એગ્ય બતાવ્યું, એ . જ બોલવામાં વપરાય, પરંતુ ન સાંભળવાયેગ્ય બેલવામાં. ન વપરાય. એમ જીભથી ખાવાની બાબતમાં શક્ય એટલું રુક્ષલુoખું, રસકસ વિનાનું, અને પરિમિત જ ખવાય. ત્યારે. ધ્રાણેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય પણ અનુચિત વિષયમાં ન લઈ જવાય. ઇંદ્રિયનું “સુપ્રણિધાન એટલે સમ્યકુપ્રગ. અર્થાત્ ઈદ્રિને સવિષયમાં જ જોડવી. અસદ્, વિષયમાં ન જવા દેવી. પણ કેટલે બધો સુખી થઈ જાય! અરે! એક ચક્ષુના સ્ત્રીરૂપઆદિ અસદુ વિષયે ટાળે, અને જિનભૂતિ શાસ્ત્રાક્ષર આદિ સદ્ વિષને જ પકડે, તો પણ કેવી મહાન સુખ . શાન્તિ અનુભવે !