________________ 233 સમય પૂર્ણ કરી આદેશ માગે કે “ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ સામાયિક પારું?” તે સાધુ એમ ન કહે, એમ આદેશ ન આપે, કે “પાર.” અથવા “જેવી તારી ઈચ્છા, ચા જેમ “તને સુખ ઉપજે એમ કર, ના, સાધુ આવું કાંઈ ન કહે; કેમકે એમાં અ–સંયમની સંમતિ થાય છે. “સામાયિક પાર” એમ કહેવું એટલે “સામાયિકસંયમમાંથી ઊઠ, ને અસંયમમાં જા, એ જ ને? “જેવી તારી “ઈચ્છા” કહેવું એટલે? સામે “પારુ?” પૂછીને સ્પષ્ટ ઈછા પારવાની યાને સંયમમાંથી નીકળી જવાની ને અસંયમમાં જવાની તે બતાવી જ રહ્યો છે, એમાં હવે જેવી તારી ઈચ્છા” કહીને સંમતિ બતાવવાનું થાય. એવી સંમતિ કેમ બતાવી શકાય ? તને સુખ ઉપજે એમ કર” એમ પણ સાધુ કેમ કહી શકે? કેમકે સામાયિક પારનારે “પા ?' એમ પૂછે છે એ જ બતાવે છે કે એને હવે પારવામાં અર્થાત્ સંયમ મૂકી દેવામાં સુખ ઊપજે છે, તે એમાં સંમતિ કેમ અપાય ? માટે ત્યાં સાધુ તો એટલું જ કહે કે “પુણાવિ કાયવં” અર્થાત્ “તું સામાયિક પારવાનું પૂછે છે, તે અમારું એટલું જ કહેવું છે કે સામાયિક ફરીથી પણ કરવા જેવું છે.” જૈન શાસનની આ સાધુને વચનથી પણ સંયમમાં સુસ્થિર રહેવાની સૂક્ષ્મતા બીજા કયા ધર્મમાં મળે? સારાંશ, સાધુએ વચનથી પણ સંયમમાં સુસ્થિર રહેવા માટે બેલવામાં ય ખૂબજ સાવધાન રહેવાની - જરૂર છે.