________________ 231 હોય. નિરાશ્રવ દશા ન આવી હોય ત્યાં સુધી શું ધર્મ જ ન હોય? સંયમમાં ત્રિવિધ સ્થિર ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીજીએ શ્રી સૂયગડાંગ સૂત્રના આદ્રકુમાર અધ્યયનના અંતે આ કહ્યું “બુદ્ધસ્સા આણા એ ઈમં સમાહિ” આ “સમાધિ” યાને ધર્મ સર્વિસ, ભગવાનની આજ્ઞા-આગમને અનુસરે છે. પછી કહે છે. “અરિસં સુઠિચ્ચા તિવિહેણ તાઈ” અર્થાત્ આ સત્ ધર્મમાં ત્રિવિધ યાને મન-વચનકાયાથી સુસ્થિર થઈ સાધુ “તાઈ” બને. અહીં “ત્રિવિધે” સુસ્થિર” કહ્યું એથી સૂચવ્યું કે સાધુ પિતાના સાધુધર્મમાં મનથી સ્થિર રહે, એટલે કે પોતે જે સંયમધમ લીધે છે એમાં મનને એવું સ્થિર રાખે કે, (1) મનથી સંયમમાં સ્થિર: મનમાં અસંયમને વિચાર સરખો ન આવે. દા. ત. ગરમી બહુ પડી ત્યાં સાધુને મનમાં એમ ન થાય કે “ઠંડે પવન આવે તો સારું” અથવા “હવે વરસાદ પડે તે સારું કેમકે એ વાયુકાય અપૂકાય વગેરે જેની હિંસારૂપ અસં. યમને વિચાર છે. મહાત્મા મનમાં પણ અસંયમ ન પેસવા દેવા અને સંયમને સુરક્ષિત રાખવા કયાં સુધીની સાવધાની રાખતા ! કે દા. ત. ગજસુકુમાળ મહામુનિના માથે ગુસ્સે ભરાયેલ સોમિલ સસરાએ માટીની પાળ કરી એમાં ધગધગતા અંગારા મૂક્યા, તે મહામુનિ વિચારે છે કે જે