________________ [39] જિનાજ્ઞામાં ધર્મ શ્રી સૂયગડાંગસૂત્રના આદ્રકુમાર–અધ્યયનના અંતે ગણધર ભગવાન આખા અધ્યયનને કે સુંદર સાર બતાવે છે - बुद्धस्स आणाए इम समाहिं अस्सि सुठिच्चा तिविहेण ताइ / અર્થાત્ “બુદ્ધસ્સ” = જેમણે કેવળજ્ઞાનથી તત્ત્વ જાણ્યા –જોયા છે એવા સર્વશ વીર વર્ધમાન સ્વામીની, “આજ્ઞાથી” ચાને આગમથી, આ “સમાધિ” અર્થાત્ સદ્ધર્મની પ્રાપ્તિ કરીને, આ સદ્ધર્મમાં મન-વચન-કાયાએ સુસ્થિર બનેલા મુનિઓ “તારૂ” અર્થાત્ ત્રયી એટલે કે જીના રક્ષણહાર હોય છે, અથવા “તારૂ” એટલે કે મેક્ષ પ્રત્યે ગમનશીલ હોય છે. અહીં સ્પષ્ટ કહી દીધું કેસદ્ધર્મ સર્વજ્ઞની આજ્ઞાનુસારે જ હેય. આ કહેનાર ગણધર મહારાજ ખુદ પોતે માત્ર અંતહર્તમાં દ્વાદશાંગીની રચના કરનારા હોય છે. એવી અદ્દભુત તાકાતવાળા અને એવા અદ્ભુત જ્ઞાની પણ “આજ્ઞાએ ધર્મ” કહે છે, એ કેવું માર્મિક કથન છે. અહીં મનને થશે, પ્ર–શું દયા અહિંસા એ ધર્મ નહિ? સત્ય એ ધર્મ નહિ? દાન-શીલ-તપ એ ધર્મ નહિ? માત્ર આજ્ઞા જ ધર્મ?