________________ 224 અથાગ શ્રદ્ધા છે, તો બધા ધર્મ સરખા” એવું બેલાય જ કેમ? કાચ પર રત્ન જેવી શ્રદ્ધા શાની કરાય? એમ મિથ્યા માર્ગ પર અને એ માર્ગના પ્રરૂપક પર સહેજ પણ રુચિ શાની થાય? એના પર સહેજ પણ દાક્ષિણ્યમનમાં ય શાનું આવે? રત્નની કિંમત સમજતો હોય અને એના પર જેને અથાગ રાગ હોય, એ કાચના ટૂકડાનું મહત્વ જરા પણ આંકે ખરે? જૈન ધર્મ - ઇતર ધર્મ વચ્ચે તફાવત :" “ભલે આ કાચ એ બનાવટી હીરે કહેવાતું હોય, પણ હીરે તે કહેવાય જ ને?”—એમ રત્નને સાચે પારખુ બેલે ખરે? કહો, રત્નના પારખુને તે કાચ તરફ ભારે ધૃણા હોય, અને કઈ છે એ કાચને હીરામાં ખપાવનારે સામે આવી જાય તો એની સામું ય ન જુએ. કદાચ જેવું પડે તે ધૃણાથી રોકડું પરખાવી દે, કે “શું આ દુનિયાને ઠગવા નીકળ્યા છે? નરદમ કાચના ટુકડાને હીરામાં ખપાવવાની માયાજાળ ?" બસ, એ સ્થિતિ સમકિતીની હાય. એ સર્વજ્ઞના સર્વ જીવ-અહિંસામય તથા સર્વ પાપવિરતિમય મોક્ષ–માર્ગને રત્ન સમાન લેખતે હેય, અને હિંસા -ભરપૂર તથા અવિરતિ–ભરપૂર મિથ્યામાર્ગોને કાચના ટૂકડા સમાન લેખતો હોય. આદ્રકુમાર મહામુનિના ચરિત્રમાં છેલ્લે છેલ્લે કેટલી સુંદર વાત આવી! હાથી મુનિને નમે છે : આદ્રકુમાર મહામુનિના દર્શનથી અને હાથીખાઉ તાપસને પ્રતિબંધથી હાથીને તાન ચડયું તે ભારે જોખંડી સાંકળે તેડીને મહામુનિની પૂંઠે એમને નમવા માટે નાઠે.