________________ 1, 222 આ જોતાં જૈનધર્મની કેટલી બધી સૂક્ષ્મતા, નિપુણતા, અને સર્વહિતકારિતા છે! એ સમજી શકાય એવું છે. પિતાના ધર્મ–પાલનમાં ક્યાંય રાગદ્વેષ-કષાય ન પિષાઈ જાય, કે કઈપણ જીવની મન-વચન–કાયાએ જાતે દુભામણ ન કરાય, બીજા પાસે ભામણ ન કરાવાય, તેમજ બીજા સ્વયં દુભામણ કરતા હોય એમાં સહેજ પણ મનથી ય અનુમતિ-અનમેદન ન થાય, એટલી બધી ચોકસાઈ હોય. ત્યાં ધર્મની સૂક્ષ્મતા અને નિપુણતા કેવી અભુત ! ત્યારે જીવમાત્રને અભયદાન દેવામાં એ જીવોની રક્ષા કેવી અદ્દભુત! જૈનધર્મની દ્રવ્ય-ભાવથી જીવરક્ષામાં સૂક્ષ્મતા કેવી છે, એ જો ખ્યાલમાં હેય તે આવા સર્વ હિતકર ધર્મથી વિપરીત ચાલનારા કુધર્મો તરફ આકર્ષણ શાનું થાય? કે એના પર લેશ પણ સભાવ શાને રહે? માટે જ શાસ્ત્રકારે લખ્યું કે, એવા મિથ્યામાર્ગ પ્રત્યે તો મનવચન-કાયાથી ધૃણા જ હોય. મિથ્યામાર્ગની વિકરણથી ધૃણા? હા, (1) મનથી ધૃણા એ, કે “અરે! આ મિથ્યાધમે જીને ધર્મના નામે સ્વ–પરનું અહિત કરનારો પાપમાર્ગ ઉપદેશી રહ્યા છે! શું પાપમાર્ગ એ ધર્મ ?" એમ મનમાં ' મિથ્યા માર્ગ પ્રત્યે ધૃણા થાય. વચનથી ધૃણા એ, કે અવસર આવે ત્યાં મિથ્યામાર્ગ પ્રત્યે પિતાની ધૃણા-અરુચિ વ્યક્ત કરાય, સ્પષ્ટ કહી બતાવાય, તે પણ એનાં કારણે કહેવા સાથે. ત્યાં પછી શરમમાં