________________ 220 પર અનંતા સિદ્ધ જેવાના. પછી (3) પાટ પર બેસી વ્યાખ્યાન આપતા અનંત આચાર્ય જેવાના. પછી (4) ગોળ માંડલીમાં બેઠેલા સાધુઓની સામે બાજોઠ પર બેસી વાચના આપતા અનંત ઉપાધ્યાય જોવાના. પછી (5) અનંત મુનિઓને છેલ્લી ઉચ્ચ આરાધના તરીકે કાર્યોત્સર્ગ ધ્યાનમાં ઊભેલા જેવાના. એ બધાને આપણું માથું નમતું અને મેં પદ બોલતું મનથી જવાનું. આમ એકેક પદમાં ત્રિકરણ લગાડવાના; તે જ એ કિયા અને સૂત્રમાં આપણો આત્મા જેડા ગણાય. મેટી કિમંતી આરાધના મનને ક્રિયામાં જોડયાથી થાય, ત્રિકરણ ચગે સાધનામાં મનને તે તે યોગમાં ખાસ જોડવું જોઈએ. શ્રી જ્ઞાનવિમળસૂરિજી કહે છે - અક્રિય સાધે જે ક્રિયા છે, તે નાવે “તિલમાત” અર્થાત્ મનથી અક્રિય રહી જે બહારથી ધર્મકિયા કરે છે, તેની એ ધર્મકિયા તલમાત્ર જેટલી ય કિંમતની નથી. બાહ્ય સાધના સાથે મનને સાધનાવાળું કરવું જોઈએ. જેમ સમાધિ યાને જિનાગક્ત ધર્મ-સાધનામાં ત્રિકરણથી સુસ્થિર થવાનું, એમ સાથે મિથ્યા ધર્મથી આઘા રહેવાનું. તે પણ ત્રિકરણથી; અર્થાત્ કાયા એ મિથ્યા ધર્મમાં જાય નહિ, વાણી એની અનુમોદના- પ્રશંસા ન કરે, ને મનમાં મિથ્યાત્વની ધૃણા હોય; અને અવસર આવ્યું ત્યાં વાચિક પણ એની અ-માન્યતા પ્રગટ કરે.