________________ 218 ગણધર ભગવાન “અસ્સેિ સુઠિસ્થા ' કહીને આ ધર્મસાધનામાં જ જે સુસ્થિર થવાનું કહે છે, એ તે તે ઇંદ્રિયોના સુપ્રણિધાનથી અર્થાત્ સજ્જડ નિગ્રહ કરી, એને ચાલુ ધર્મસાધનામાં જ જોડી રાખવાથી થાય. પછી કહે છે, તિવિહેણ તાયી " અર્થાત્ મન-વચન-કાયાથી એ સાધનામાં સુસ્થિર બનીને મનવચન-કાયાથી “ત્રાયી” એટલે કે સ્વ-પરના રક્ષણહાર બનવાનું. અહીં “તિવિહિણ” શબ્દને (1) પૂર્વના સુસ્થિત” શબ્દ સાથે પણ લગાડ્યો, અને (2) આ “તાયી” શબ્દ સાથે ય લગાડ્યો. સાધનામાં ય વિવિધ અર્થાત ત્રિકરણે સ્થિર થવાનું; ને ત્રાચી-રક્ષક પણ ત્રિકરણે થવાનું. ધર્મસાધનામાં સ્થિરતા પણ મન–વચન-કાયાથી લાવવી જોઈએ, અને ત્રાયી-રક્ષણહાર પણ મન-વચન-કાયાથી બનવાનું. જૈન શાસનમાં લગભગ બધી સાધનાએ તિવિહેણુ કરવાની છે. નવકારમાં “તિવિહેણ: એક “નમે અરિહંતાણં” બેલો એ પણ તિવિહેણ; અર્થાત્ (1) મન નમસ્કારમાં હોય; એટલે કે દા. ત. મનને એમ ભાસ થાય કે “અરિહંત તમે કેવા ઊંચા ઉત્તમ! અને હું કે અધમાધમ!” (2) વાણી “નમો અરિહંતાણું” પદ બોલે, અને (3) કાયા એટલે કે માથું પણ પ્રભુને નમે. એ રીતે “નમો અરિહંતાણં' પદ બલવાનું. એમાં ય.