________________ 217 હાય, પણ મારે આંખ-કાન ત્યાં નહિ જ લઈ જવાના ને કદાચ અણધાર્યા જાય તો તરત પાછા ખેંચી લઈ એના દંડમાં મેંઢેથી બોલીને 25 લોગસ્સ ગણવાના.” આવો કેઈ નિર્ધાર અને આવી કેઈ ટેક ૨ખાય, તો ઇદ્રિ પર સારે અંકુશ, સારે નિગ્રહ આવી જાય. ચાલવામાં નિર્ધાર : જીવને ઇંદ્રિયને વિષ તરફ તણાઈ જવા દેવાને અનાદિ અનંતકાળનો સ્વભાવ સમજી રાખી કામ લેવા જેવું છે; ઇંદ્રિયો પર પાક નિગ્રહ યાને અંકુશ મૂકવા જેવો છે. એક દાખલા તરીકે, જેમ રસ્તે ચાલતાં પણ આ ધ્યાન રાખવા જેવું છે કે, “જીવરક્ષાર્થે નીચે જોઈને જ ચાલવાનું પણ આજુબાજુના વિષ તરફ આંખને ખેંચાવા દેવાની નહિ.” નીચે કેઈ નિર્દોષ જીવ બિચારે ભૂલો તો નથી પડ્યો ને? ઘરેથી બહાર નીકળતાં જ મનને નિર્ધાર કે “કામ વિનાનું કશું મારે જોવું જ નહિ.” કાંટાળા રસ્તે ચાલતાં જીવ આ સાવધાની રાખે જ છે, નહિતર આડુંઅવળું જોવા જતાં પગમાં કાંટે ભેંકાઈ જવાને ભય છે. બસ, એજ રીતે દેવદશન-પૂજા–રૌત્યવંદન-સામાયિક-જાપસ્વાધ્યાય-ધ્યાન વગેરે ધર્મસાધના કરવા બેસતાં જ નિર્ધાર, કે “હવે મારે આમાં જ ખોવાઈ જવાનું બીજે ક્યાંય આંખ કાન જવા દેવાના જ નહિ.” એમ, મન માટે પણ નિર્ધાર કરી શકાય કે, “હવે મનને પણ બીજા કે વિષયમાં લઈ જવાનું જ નહિ; મનને આ સાધનામાં જ ઓતપ્રોત કરવાનું.”